વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી
Trending Photos
- વોર્ડ નંબર 16માં પ્રચાર દરમિયાન વાઘોડિયા રોડ અને અને ડભોઈ રોડ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા
- અપક્ષ ઉમેદવાર નારાયણ રાજપૂતે મત વિસ્તારમાં રેલી કાઢી અને મત વિસ્તારમાં સેનેટાઈઝેશનની કામગીરી કરી
- નોટાને કોરોના થયો હોય તેમ PPE કીટ પહેરીને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ દર્શાવ્યો
રવિ અગ્રવાલ/વડોદરા :આજે 6 મહાનગરપાલિકામાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ગણતરીના કલાકોમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે. ત્યારે દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવીને મતદારો સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન વડોદરાના વોર્ડ 16માં બંને પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી જતા મારામારી થઈ છે. ભાજપના કાર્યકરોએ હુમલો કરતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. સામસામે છૂટાહાથની મારામારી, પથ્થરમારો અને લાકડીઓથી હુમલો થયો હતો.
વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. વોર્ડ નંબર 16માં પ્રચાર દરમિયાન વાઘોડિયા રોડ અને અને ડભોઈ રોડ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં તો ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુમાં બાદમા કોગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. પરસ્પર આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકારણ ગરમાયું હતું. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મારામારી અને પથ્થરમારાના દ્રષ્યો સ્થાનિકોને જોવા મળ્યા હતા. ત્યારે હાજર પોલીસે તેઓને છુટ્ટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર્યકર્તાઓએ પોલીસને પણ ગણકાર્યા ન હતા.
આ પણ વાંચો : લગ્નની હળદર પણ ઉતરી ન હતી, ત્યાં ઉમેદવારે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
અપક્ષ ઉમેદવારનો કોરોના સાથે પ્રચાર
વડોદરામાં ભાજપ-કોંગ્રેસના જોરશોરથી ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે અપક્ષના ઉમેદવારોએ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો. અપક્ષ ઉમેદવાર નારાયણ રાજપૂતે મત વિસ્તારમાં રેલી કાઢી અને મત વિસ્તારમાં સેનેટાઈઝેશનની કામગીરી કરી. મતદાન કરવા અંગેની અપીલ સાથે ઉમેદવારે જનતાને કોરોનાનું ગાઈડલાઈનનું પાલન કરવાની મતદારોને સૂચન કર્યું. ચૂંટણીપ્રચારમાં કોરોનાના નિયમોનો ભંગ કરતા ઉમેદવારોને અપક્ષ ઉમેદવારે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું.
આ પણ વાંચો : હવે ઘડપણની લાકડી કોણ બનશે, બે વર્ષમાં પાટીલ પરિવારે બંને પુત્રો ગુમાવ્યા
વડોદરામાં 'નોટા' વિકલ્પનો પ્રચાર
વડોદરામાં ચૂંટણી માહોલ વચ્ચે સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ કર્યો. ચૂંટણીતંત્ર 'નોટા' વિકલ્પનો પણ પ્રચાર કરે તે આશયથી PPE કીટ પહેરીને 'નોટા'નો પ્રચાર કર્યો. નોટાને કોરોના થયો હોય તેમ PPE કીટ પહેરીને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ દર્શાવ્યો. અતુલ ગામેચીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તંત્ર 'નોટા'નો પ્રચાર કરતી નથી તેવા સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે