Health Tips: તકમરિયામાં છે અનેક બીમારીને દૂર કરવાની તાકાત, જાણો કઈ રીતે તકમરિયાનો કરી શકાશે ઉપયોગ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તકમરિયાના નાનાં, કાળા દાણા અનેક પોષક તત્ત્વોનો ખજાનો છે. તે પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. તે ઉપરાંત તેમાં વિટામિન એ, વિટામિન કે, લ્યૂટિન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન જેવાં અનેક ઉપયોગી તત્ત્વો છે. એક ગ્લાસ પાણીમાં થોડી સાકર અને તકમરિયા નાંખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તે બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કબજીયાત, ગેસ જેવી તકલીફો પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે.
એનિમિયાથી બચાવે છે
આ સમસ્યા મુખ્યરૂપે ગર્ભવતી મહિલાઓને રહે છે. લોહીની ઉણપની આ એવી અવસ્થા છે કે જેમાં પૂર્ણપણે નિવારવી ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે અયોગ્ય અને અનિયમિત ખાનપાનના કારણે શરીરમાં લોહીની ઉણપ થતી હોય છે. તેનાથી બચવા માટે ખોરાકમાં બહોળા પ્રમાણમાં આયરન વાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. તકમરીયામાં આઇરન બહોળા પ્રમાણમાં હોવાથી તેનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે.
હાડકાંને મજબૂત
કેલ્શિયમથી ભરપૂર તકમરિયાનું સેવન કરવાથી શરીરને યોગ્ય માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તેને દૂધમાં મિક્સ કરીને લેવાથી ફાયદો થાય છે. તકમરિયાથી હાડકા મજબુત થાય છે
પ્રોટીનની ઉણપ નિવારે છે
જિમમાં કસરત કરતા લોકોને સૌથી વધારે પ્રોટીનની જરૂરિયાત હોય છે. એવામાં તકમરીયાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત હોવાની સાથે શરીરમાં પ્રોટીનની ઉણપ પણ નિવારે છે. મસલ્સ બનાવવા માટે મદદ મળે છે. યોગ્ય માત્રામાં પ્રોટીન લેવાથી તેની કમી નિવારવા માટે ખોરાકમાં તકમરીયા જરૂર લેવા જોઈએ.
ત્વચાની સમસ્યા દૂર કરે છે
તકમરિયામાં કેલ્શિયમ, વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી એજિંગના ગુણ રહેલા હોય છે. ત્વચા સંબંધી રોગ થતા અટકાવે છે. સ્કિનને પોષણ આપે છે અને સાથોસાથ ત્વચા ચમકદાર તેમજ તાજગીસભર જોવા મળે છે.
યાદ શક્તિ વધારે છે
લોકોમાં યાદશક્તિ ઓછી થવાની સમસ્યા જોવા મળે છે. તેની સાથે જ ધુમ્રપાન દારૂ વગેરેનું સેવન કરવું અને પૌષ્ટિક ખોરાકને યોગ્ય માત્રામાં ન લેવાથી મગજ નબળું પડે છે. એવામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, તેનાથી બચવા માટે તકમરીયા ખાવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે યાદશક્તિને વધારવામાં મદદરૂપ નીવડે છે
વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો પોતાના વજન વધવાની સમસ્યાથી ચિંતિત હોય તેમણે રોજ તકમરીયાનું સેવન કરવું જોઈએ, લાંબા સમય સુધી તકમરીયાનુ કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, અને વજન વધવાની શક્યતા પણ ઓછી રહે છે. નિયમિત સેવનથી ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે.
પાચનતંત્ર સારું રહે છે
તકમરીયાનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યામાં રાહત મળે છે, તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાના કારણે પાચનક્રિયા સક્રિય ચલાવવા માટે મદદરૂપ નીવડે છે. પેટ સ્વસ્થ રહેવાથી પેટનો દુઃખાવો એસીડીટી, કબજિયાત વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે.
વાળ માટે ફાયદારૂપ
સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ તકમરિયા લાભકારક બને છે. તેમાં વિટામિન બી વધારે માત્રામાં હોવાથી વાળને પોષણ મળે છે, તેમજ વાળ સ્વચ્છ થવાની સાથે ઘટ્ટ, લાંબા, મુલાયમ અને ડેન્ડ્રફ ફ્રી બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે