સુરતમાં ભાજપ અને આપના કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી, એકબીજા પર ટપલીદાવ કર્યો

સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ભાજપના કાર્યાલયે વિરોધ કરતા આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો જોવા મળ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરવા કરવા જતા ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડી પડ્યા હતા. ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. 

સુરતમાં ભાજપ અને આપના કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી, એકબીજા પર ટપલીદાવ કર્યો

ચેતન પટેલ/સુરત :સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ભાજપના કાર્યાલયે વિરોધ કરતા આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો જોવા મળ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરવા કરવા જતા ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડી પડ્યા હતા. ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. 

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેને પગલે કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય ખાતે ભેગા થયા હતા. તો બીજી તરફ દેખાવોને પગલે ભાજપના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા હતા. જેને પગલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 2, 2022

આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપના કાર્યકરો ગુસ્સે થયા હતા અને સામસામે આવી ગયા હતા. તેઓએ આપના કાર્યકર્તાઓને રોક્યા હતા. તો એકબીજા વચ્ચે મારામારી શરૂ થઈ હતી. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો 

આપનો વિરોધ કેમ 
ગત રોજ સુરત પાલિકામાં આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ નોંધાવનાર કોર્પોરેટર અને કાર્યકર્તાઓને પાલીસે ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેથી આજે આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આપના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે જ તેઓનો પકડીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બંને પક્ષના કાર્યકર્તાઓએ મારામારી શરૂ કરી હતી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news