જેતપુરના સાડી કારખાનામાં CIDએ પાડી રેડ, 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા
દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જેતપુર માં બંધ કારખાના માંથી 35 જેટલા બાળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ગુજરાત CID અને મહિલા સંરક્ષણ વિભાગને જેતપુરમાં આવેલ સાડીના કારખાનામાં મોટા પ્રમાણમાંમાં બાળ મજૂરોને રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
Trending Photos
નરેશ ભાલીયા, જેતપુર: દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જેતપુર માં બંધ કારખાના માંથી 35 જેટલા બાળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ગુજરાત CID અને મહિલા સંરક્ષણ વિભાગને જેતપુરમાં આવેલ સાડીના કારખાનામાં મોટા પ્રમાણમાંમાં બાળ મજૂરોને રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. CIDમાં ADGP અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ ગાંધીનગરથી એક ટીમ મોકલીને જેતપુરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ સાડીના કારખાનામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
જે મુજબ અહીં આવેલ હેન્ડ ફિનિશીંગ અને ટેક્સટાઇલ યુનિટ નામના 2 કારખાનામાંથી 35 જેટલા બાળ મજૂરોને શોધી કાઢવામાં આવ્યા હતા, અને તેનું રેસ્ક્યુ કરીને છોડાવવામાં આવ્યા હતા. બાળ મજૂરો ને પૂરતું જમવાનું પણ ના મળતું હોવા ની ફરિયાદ સામે આવી હતી. આ તમામ બાળ મજૂરો બીજા રાજ્યના હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાળ મજૂરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરીને બાળ સુરક્ષાગૃહમાં મોકલી દેવામાં આવશે. ત્યારબાદ તેના માતા પિતાને સોંપવાની કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ મજૂરી રોકવાના કાયદા મુજબ પોલીસ કર્યાવહી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન 3ને લઈને દેશભરના ઉદ્યોગ ધંધાઓ થોડી છૂટછાટ સાથે શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરના વિશ્વ પ્રસિદ્ધ કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ પણ શરૂ કરવાની શરૂઆત થઇ છે. છેલ્લા 45 દિવસથી બંધ રહેલા સાડીના કારખાના શરૂ થયા હતા. સરકારની ગાઈડ લાઈન મુજબ કારખાનામાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સાથે-સાથે દરેક વ્યક્તિને હાથ સેન્ટિટેશન કરવામાં આવે છે. જોવા જઈએ તો દરેક વ્યક્તિનું કડક તપાસ કરીને પછી જ કારખાનામાં પ્રવેશ આપવામાં આવે છે.
લોકડાઉનના પગલે છેલ્લા 45 દિવસથી મજૂરો પોતના ઘરમાં અને કામ વગરના બેઠા હતા તેમાં પરપ્રાતીય મજૂરો ઘર અને પોતાના રૂમો માં બંધ હોય ઘર જવા માટે ઉત્સુક હતા અને અવારનવાર બહાર આવી જતા હતા. હવે કામ શરૂ થતા અને કારખાના શરૂ થતા ફરીથી કામે લાગી ગયા છે અને ઉત્સાહમાં આવી ગયા છે. અને હવે તેવો રહીને કામ કરશે તે ચોક્કસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે