કોરોનાકાળમાં ચમત્કાર, ભારતે બનાવી નાખી 'FELUDA', જાણો કોરોનાને નાથવા માટે કઈ રીતે ઉપયોગી?

કોરોના ટેસ્ટિંગને લઈને ભારત સરકારે એક એવો દાવો કર્યો છે કે જેણે દુનિયામાં ચકચાર મચાવી છે. સીએસઆઈઆરની આઈજીઆઈબી ટીમે એક નવા પ્રકારની ટેસ્ટ કિટ શોધી છે. આ ટેસ્ટને 'ફેલૂદા' નામ આપવામાં આવ્યું છે. કાગળની પાતળી સ્ટ્રિપમાં ઊભરી આવતી લાઈન તમને જણાવી દેશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ. આ ટેસ્ટ ગણતરીની મિનિટોમાં જણાવી દેશે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત છો કે નહીં. 

કોરોનાકાળમાં ચમત્કાર, ભારતે બનાવી નાખી 'FELUDA', જાણો કોરોનાને નાથવા માટે કઈ રીતે ઉપયોગી?

નવી દિલ્હી: કોરોના ટેસ્ટિંગને લઈને ભારત સરકારે એક એવો દાવો કર્યો છે કે જેણે દુનિયામાં ચકચાર મચાવી છે. સીએસઆઈઆરની આઈજીઆઈબી ટીમે એક નવા પ્રકારની ટેસ્ટ કિટ શોધી છે. આ ટેસ્ટને 'ફેલૂદા' નામ આપવામાં આવ્યું છે. કાગળની પાતળી સ્ટ્રિપમાં ઊભરી આવતી લાઈન તમને જણાવી દેશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ. આ ટેસ્ટ ગણતરીની મિનિટોમાં જણાવી દેશે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત છો કે નહીં. 

કેવી રીતે થાય છે ટેસ્ટ
ફેલૂદા ટેસ્ટ પેપર બેઝ્ડ હોય છે. જેમાં એક સોલ્યુશન લાગેલુ હોય છે. કોરોના વાયરસના આરએનએ કાઢીને ત્યારબાદ તેના પર સ્ટ્રિપ રાખવામાં આવતા એક ખાસ પ્રકારનો બેન્ડ જોવા મળે છે. જેનાથી કોરોના પોઝિટિવ કે નિગેટિવ હોવાની જાણ થાય છે. 

ફેલૂદા ટેસ્ટ કિટ CRISPR જિન એડિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. CRISPR ખાસ પ્રકારના જેનેટિક કીક્વેન્સને ઓળખી લે છે અને તેમને ખુબ જ  ઓછામાં વિભાજિત કરે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઝિકા વાયરસના ટેસ્ટિંગ માટે પણ થઈ ચૂક્યો છે. આ પેપર સ્ટ્રિપ કિટને ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના બે વૈજ્ઞાનિકોએ બનાવી છે. 

સ્ટ્રિપ પર જોવા મળનારો પહેલો બેન્ડ કન્ટ્રોલ બેન્ડ છે. આ બેન્ડના રંગ બદલાવવાથી જાણવા મળશે કે સ્ટ્રિપનો ઉપયોગ યોગ્ય ઢબે કરાયો છે કે નહીં. બીજો બેન્ડ ટેસ્ટ બેન્ડ છે. આ બેન્ડનો રંગ બદલાય તો તેનો અર્થ એ હશે કે દર્દી કોરોના પોઝિટિવ છે. કોઈ બેન્ડ જોવા ન મળે તો દર્દી કોરોના નેગેટિવ ગણવામાં આવશે. 

FELUDA નામ જ કેમ
આ ટેસ્ટ ન તો કોઈ રેપિડ ટેસ્ટ છે કે ન તો RT-PCR ટેસ્ટ. આ એક પ્રકારનો RNA બેઝ્ડ ટેસ્ટ છે. આ ટેસ્ટમાં ડિટેક્શનની જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે તે છે- FNCAS9 EDITOR LINKED UNIFORM DETECTION ASSAY. 

જુઓ LIVE TV

અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે ક્યુ-પીસીઆર મશીનનો ઉપયોગ થતો હતો. જે મોંઘી હોવાની સાથે સાથે રિપોર્ટ આપવામાં પણ સમય લે છે. આવામાં ચિકિત્સકોનું માનવું છે કે જો કોરોના સંક્રમણની ઓળખ જલદી થઈ જાય તો તેના પર કાબુ મેળવી શકાય છે. આથી વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ ફેલૂદા ટેક્નોલોજીને આગળ લાવ્યા છે. સીએસઆઈઆરએ 'ફેલૂદા'ના ઉત્પાદન અને વિકાસ માટે ટાટા સન્સ સાથે એમઓયુ પણ સાઈન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news