સલમાનના ફાર્મ હાઉસ પર આ રીતે સમય પસાર કરે છે જેકલીન, VIDEOમાં જુઓ અંદરનો નજારો

જેક્લીન ફર્નાન્ડિઝ લોકડાઉનમાં તેના સમયનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. તેની ફિલ્મોની યાદી તો લાંબી છે. પરંતુ લાગે છે કે હવે તે ફિલ્મ બનાવીને પોતાના પોર્ટફોલિયોને રિચ કરી રહી છે. સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર જેકલીને પોતાના ડેઈલી રૂટિન પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. 
સલમાનના ફાર્મ હાઉસ પર આ રીતે સમય પસાર કરે છે જેકલીન, VIDEOમાં જુઓ અંદરનો નજારો

મુંબઈ: જેક્લીન ફર્નાન્ડિઝ લોકડાઉનમાં તેના સમયનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. તેની ફિલ્મોની યાદી તો લાંબી છે. પરંતુ લાગે છે કે હવે તે ફિલ્મ બનાવીને પોતાના પોર્ટફોલિયોને રિચ કરી રહી છે. સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર જેકલીને પોતાના ડેઈલી રૂટિન પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. 

જેકલીન સલમાન ખાનના પરિવાર સાથે તેના પનવેલ ફાર્મ હાઉસ પર છે. તેણે ત્યાંના ખુબસુરત લોકેશન અને પોતાના ડેઈલી રૂટિન પર એક સુંદર શોર્ટ ફિલ્મ બનાવી છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફિલ્મ શેર કરી છે. જેકલીન ફર્નાન્ડિઝ દ્વારા નિર્મિત એક ફિલ્મ... આ કેપ્શન પણ આપ્યું છે. 

જેકલીને આ ફિલ્મમાં સલમાન ખાનના ફાર્મ હાઉસના જાનવરો સહિત ક્લિનિંગ અને કૂકિંગ સ્ટાફને પણ કેપ્ચર કર્યો છે. આ વીડિયો 3.48 મિનિટનો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મમાં ક્યાંય સલમાન ખાન જોવા મળતો નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@jacquelinef143

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જેકલીન સલમાન ખાનની સારી મિત્ર છે. લોકડાઉનની જાહેરાત થયા બાદથી તે તેની સાથે ફાર્મ હાઉસ પર જ છે. તે પોતાના ફિટનેસ રૂટિનને બરાબર ફોલો કરી રહી છે. આ સાથે જ ઘોડેસવારી અને અન્ય હાઉસહોલ્ડ કામમાં પણ ભાગ લઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news