Chhotaudepur Lok Sabha Chunav Result: છોટા ઉદેપુરમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી બહુમતીથી જીત્યા

Chhotaudepur Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે. સવારથી મતગણતરી શરુ થયા બાદ બપોર સુધીમાં લગભગ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Chhotaudepur Lok Sabha Chunav Result: છોટા ઉદેપુરમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી બહુમતીથી જીત્યા

Chhotaudepur Lok Sabha Result Election 2024: લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે. સવારથી મતગણતરી શરુ થયા બાદ બપોર સુધીમાં લગભગ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં પણ ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીત નોંધાવી છે. મતગણતરીની શરુઆતથી જ ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાથી આગળ રહ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં મતગણતરીના 26 માં રાઉન્ડના અંતે ભાજપના જસુભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાથી 403471 મતોથી આગળ હતા. 

છોટા ઉદેપુરમાં ભગવો લહેરાયો, ભાજપના જસુભાઈ રાઠવાની જંગી બહુમતીથી જીત થતાં કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જસુભાઈ રાઠવાએ પણ જંગી બહુમતી મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ભાજપના કાર્યકરો અને સહયોગીઓનો આભાર માન્યો હતો. 

ગુજરાતની છોટાઉદેપુરની લોકસભા બેઠક પર 68.78 ટકા વોટ પડ્યા છે. ગુજરાતમાં એક જ ચરણમાં બધી જ બેઠકો પર મતદાન થયું હતું. છોટાઉદેપુર બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે. અહીં આદિવાસી રાઠવા મતદાઓની સંખ્યા વધુ છે. આદિવાસી ઉપરાંત અહીં મુસ્લિમ, રાજપૂત અને દલિત સમાજની આબાદી વધારે છે. આ કારણ છે કે અહીં ભાજપ અને કોંગ્રેસે રાઠવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. ભાજપમાંથી જસુભાઈ રાઠવા અને કોંગ્રેસના સુખરામ રાઠવા વચ્ચે સીધી જંગ હતી. 

છોટાઉદેપુર બેઠક પર ભાજપનો દબદબો

છોટાઉદેપુર બેઠક પર ભાજપનો દબદબો માનવામાં આવે છે. પહેલા આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ 1999 પહેલા ભાજપ આ બેઠક પર એકપણ વાર જીત્યું નથી. 1999 માં ભાજપે આ બેઠક પર જીત મળવી અને પછી એકવાર 2003 માં કોંગ્રેસ આ બેઠક પર કબ્જો કરી શકી હતી. ત્યારબાદ 2019 સુધી આ બેઠક પર કોંગ્રેસ જીતી નથી. 2019 ની ચુંટણીમાં પણ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા 3 લાખ મતોની લીડથી ચુંટણી જીત્યા હતા.  ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાને 2019ની લોકસભાની ચુંટણીમાં કુલ 7,64,445 મત મળ્યા હતા.

જાતિગત સમીકરણ

જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીં 56 ટકા આદિવાસી વોટ છે. એસસી મત 3 ટકા છે. આદિવાસીમાં પણ સૌથી વધુ રાઠવા મતદારો છે જેની સંખ્યા અંદાજે 4 લાખ જેટલી છે. અહીં કુલ મતદાતા 22,90,199 છે જેમાંથી 86 ટકા લોકો ગામોમાં અને 13 લોટો શહેરોમાં રહે છે. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં હલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પડરા, નાદોસ વિધાનસભા આવે છે. ગત વિધાનસભાની ચુંટણીમાં પણ અહીં ભાજપની જીત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news