Vastu Tips: ઘરમાં પોપટ રાખ્યો હોય તો જાણી લો આ નિયમ, પોપટ રાખવામાં કરેલી આ ભુલ તમને કરી શકે છે કંગાળ
Vastu Tips For Parrot: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં પશુ-પક્ષી રાખવાના પણ નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણા લોકો પોતાના ઘરમાં પશુ, પક્ષી રાખતા હોય છે. મોટાભાગના ઘરમાં પોપટ પાળવામાં આવે છે. લોકો ઘરમાં પોપટને પાંજરામાં રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટ રાખવો શુભ છે પરંતુ તેને કઈ દિશામાં રાખવામાં આવે છે તે મહત્વનું છે.
Trending Photos
Vastu Tips For Parrot: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુની એક ઉર્જા હોય છે. ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બે પ્રકારની હોય છે. જો વસ્તુને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી વધે છે. એવી જ રીતે જો કોઈ વસ્તુને ઘરમાં લાવીને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે બરબાદીનું કારણ પણ બની શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં પશુ-પક્ષી રાખવાના પણ નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણા લોકો પોતાના ઘરમાં પશુ, પક્ષી રાખતા હોય છે. મોટાભાગના ઘરમાં પોપટ પાળવામાં આવે છે. લોકો ઘરમાં પોપટને પાંજરામાં રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટ રાખવો શુભ છે પરંતુ તેને કઈ દિશામાં રાખવામાં આવે છે તે મહત્વનું છે.
ઘરમાં પોપટ રાખો શુભ કે અશુભ ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટ રાખવો તે શુભ ગણાય છે. પોપટના બોલવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સમૃદ્ધિ વધે છે.
પરંતુ શાસ્ત્રમાં એમ પણ કહેવાયું છે કે કોઈપણ પક્ષીને પાંજરામાં પૂરવું નહીં. પાંજરામાં રાખ્યા પછી જો પક્ષી ઉદાસ રહે તો ઘરમાંથી સુખ શાંતિ જતી રહે છે. જે ઘરમાં પક્ષી દુઃખી થાય છે ત્યાં ગરીબી વધે છે.
કઈ દિશામાં રાખવો પોપટ ?
ઘરમાં જો પોપટ રાખવો હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેના ઘરને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું. પૂર્વ દિશા સૂર્યની સમર્પિત છે. આ દિશા તે જ શક્તિ અને સફળતાની કારક છે. આ દિશામાં પોપટ રાખવાથી સમૃદ્ધિ વધે છે. તેવી જ રીતે ઉત્તર દિશા બુધ ની દિશામાં માનવામાં આવે છે. આ દિશામાં પોપટને રાખવાથી મન એકાગ્ર થાય છે અને બુદ્ધિ તીવ્ર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે