સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી ફરિયાદ, એર હોસ્ટેસ સાથે કરી મારામારી

સોશિયલ મીડિયાની રીલ સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી. ત્યારે અમદાવાદ બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. 
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી ફરિયાદ, એર હોસ્ટેસ સાથે કરી મારામારી

ચેતન પટેલ/સુરત :સોશિયલ મીડિયાની રીલ સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી. ત્યારે અમદાવાદ બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. 

મહિલા ક્રુ મેમ્બર સાથે બબાલ કરી
ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રુ મેમ્બર સાથે માસ્ક ન પહરવાને લઈ ઝગડો કરી કીર્તિ પટેલે મારા મારી કરતા એર હોસ્ટેટ્સ ઘવાય હોવાનું પણ જાણવા મળ્યું છે. ફ્લાઈટ લેન્ડ થયા બાદ એર હોસ્ટેસે રાજીનામુ આપ્યુ હોવાનુ પણ સામે આવ્યુ છે. ફરિયાદના આધારે હાલ ડુમસ પોલીસ તપાસ કરી રહી છે. 

કીર્તિ સામે ગઈકાલે અમદાવાદમાં થઈ ફરિયાદ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કહ્યુ કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમા કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. યુવતીએ નીચે આવીને પાર્કિંગમાં જોયુ તો ગાડીના કાચ તૂટેલા હતા. તેના બાદ યુવતી કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે કીર્તિ પટેલ બે લોકો સાથે ત્યાં આવી હતી. કોઈએ યુવતીના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોયુ તો કીર્તિ પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ટિકટોક સ્ટારના વિવાદ
કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. 

ભુરી ડોન સાથે બનાવ્યો હતો વીડિયો
આ ઉપરાંત કિર્તી પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ટિકટોક કીર્તિ પટેલે કહ્યુ હતું કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો....’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news