સુરત શહેરના આ ગામડામાં જતા પહેલા વિચારજો! દીપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યા છે પાંજરા, પણ...
સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં સમયાંતરે દીપડા દેખાતા હોય છે. જેને કારણે સતત તેની દહેશત જોવા મળતી હોય છે. સુરત નજીક બુડિયા ગામે એક નહીં પરંતુ ત્રણ વાર લોકોને દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો વાતાવરણ સર્જાયો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના બુડિયા ગામે ફરી એકવાર દીપડો દેખાયો છે. દીપડો દેખાતા ગામના લોકોમાં દહેજ જોવા મળી રહી છે. સમગ્ર મામલે વનવિભાગે દીપડા પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે. હાલ તો ગ્રામજનોમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે.
સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં સમયાંતરે દીપડા દેખાતા હોય છે. જેને કારણે સતત તેની દહેશત જોવા મળતી હોય છે. સુરત નજીક બુડિયા ગામે એક નહીં પરંતુ ત્રણ વાર લોકોને દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો વાતાવરણ સર્જાયો છે. દિપડાની દશરથને લઈને લોકો બહાર નીકળવા વિચાર કરી રહ્યા છે અને ગ્રામજનોએ પોતાના ખેતરોમાં કામ કરવાનું પણ ટકાવી દીધું છે. કારણ એક નહીં પરંતુ ગ્રામજનોને રસ્તા અને ખેતરમાં ત્રણ વખત દીપડો દેખાયો છે. જેણે લઈને લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.
સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે જે વિસ્તારની અંદર દીપડો દેખાયો હતો. તેની આસપાસના વિસ્તારનો નિરીક્ષણ કર્યું છે. આ વિસ્તારની અંદર દીપડો ફરીથી લટાર મારી શકે છે તેની શક્યતાને ધ્યાનમાં રાખીને તે જગ્યા ઉપર પાંજરું મુકવામાં આવ્યું છે. કારણ થોડા સમયે અગાઉ પણ આ જ ગામની આસપાસ દીપડો દેખાયો હતો. મોડી રાતે દિપડો ગામમાં લટાર મારતો દેખાતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે