સાતમ આઠમ પહેલા ગુજરાતની ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો

ખાદ્યતેલ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, હાલના સમયમાં આપણે ત્યાં મધ્યપ્રદેશની મગફળી પીલાણ માટે આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ત્યાં વરસાદ પડતા પીલાણ માટેની મગફળી સારી નથી આવતી.

સાતમ આઠમ પહેલા ગુજરાતની ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો

દિવ્યેશ જોશી/રાજકોટ: સાતમ આઠમના તહેવારને આડે હજુ અંદાજિત 50 દિવસ જેટલો સમય બાકી છે તે પૂર્વે સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના 15 kg ના તેલના ડબ્બાનો ભાવ હાલ 3100 સુધી પહોંચ્યો છે. ત્યારે આગામી બે થી અઢી મહિના સુધી સીંગતેલના ભાવમાં આ જ પ્રકારે આગ ઝરતી તેજી જોવા મળશે. 

ખાદ્યતેલ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, હાલના સમયમાં આપણે ત્યાં મધ્યપ્રદેશની મગફળી પીલાણ માટે આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ત્યાં વરસાદ પડતા પીલાણ માટેની મગફળી સારી નથી આવતી. તો બીજી તરફ હાલ આપણે ત્યાં મગફળીના 20 કિલોના ભાવ 1700 રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યા છે. 

મગફળીની આવક ઓછી હોવાના કારણે ખેડૂતોને સારા ભાવ પણ માર્કેટયાર્ડમાં મળી રહ્યા છે. એકંદરે પીલાણ માટેની મગફળી ની આવક ઓછી થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે થી અઢી મહિના સુધી સિંગતેલના ભાવ આ જ પ્રમાણે જોવા મળી શકે તેમ છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ સિઝન પૂર્ણ થતા મગફળીની આવક થતા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળશે. 

છેલ્લા એક મહિનામાં સિંગતેલના ભાવમાં ડબ્બે 175 થી 210 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ સાઈડ તેલના ભાવમાં રૂપિયા 50 થી લઈને 85 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. 

તેલ            14 જૂનના ભાવ                   14 જુલાઈના ભાવ             તફાવત

સિંગતેલ           2790                                  3000                          210

કપાસિયા         1630                                  1715                           85

સરસવ             1580                                 1630                            50

સનફ્લાવર        1540                                 1580                            40

કોર્ન ઓઈલ       1500                                1570                            70

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news