વડોદરામાં હત્યા કરી ઉંધા મોઢે દાટેલી લાશનો ભેદ ઉકેલાયો! જાણો માથામાં કુહાડીના ઘા મારી કેમ કઢાયું કાસળ

વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામના 55 વર્ષીય વ્યક્તિને ઊછીના આપેલા 1 હજાર પરત ન કરતા મિત્રએ તેના બીજા મિત્રની મદદ લઇ માથામાં કુહાડીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પર્દાફાશ થયો છે.

 વડોદરામાં હત્યા કરી ઉંધા મોઢે દાટેલી લાશનો ભેદ ઉકેલાયો! જાણો માથામાં કુહાડીના ઘા મારી કેમ કઢાયું કાસળ

મિતેશ માલી/પાદરા: પાદરા મુજપુર દરિયાપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પાદરા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. કંપનીમાં સાથે નોકરી કરતા મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામના 55 વર્ષીય વ્યક્તિને ઊછીના આપેલા 1 હજાર પરત ન કરતા મિત્રએ તેના બીજા મિત્રની મદદ લઇ માથામાં કુહાડીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પર્દાફાશ થયો છે. હત્યારાઓએ મિત્રની હત્યા કર્યા બાદ લાશ દરીયાપુરા વિસ્તારના મહી નદીના કોતરમાં ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દીધી હતી. ગણતરીના કલાકોમાં હત્યાનો પર્દાફાશ કરનાર પાદરા પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યા અંગેના પુરાવા એકત્ર કરવા માટે આરોપીને તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 

ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો 
આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે રહેતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય ગૂમ થઇ ગયા હતા. આ દરમિયાન તેમનો મૃતદેહ મુજપુર ગામ પાસે દરીયાપુર પાસેથી મહિ નદીના કોતરમાંથી ઉંધા મોંઢે દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવી, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પી.આઇ. કૃણાલ પટેલ અને તેમની ટીમ તેમજ એસ.ઓ.જી. પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખવામાં સફળતા મેળવી હતી. 

ડભાસા પાસેની કંપની માં સાથે નોકરી કરતા મિત્ર એ જ કુહાડી અને કાશના ઘા ઝીકીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું. આ ગુના સંદર્ભે પાદરા પોલીસ દ્વારા સંજય પઢિયાર અને ભુપેન્દ્ર ઉર્ફે શંકર પઢિયારની પોલીસ અટકાયત કરી હતી. હાલમાં આરોપીઓ દ્વારા હત્યા કેમ કરવામાં આવી તે અંગેનું કારણ અકબંધ છે, પોલીસ હાલ તે અંગે તપાસ પણ ચલાવી રહી છે.

બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર મરનજનાર ગેમલસિંહ પરમારે પહેરેલ વીંટી અને અછોડો અને મોટર સાયકલ પણ મળી ન હોવાથી મૃતક પાસે થી ગમ થયેલી ચીજો અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. પાદરા મુજપુરના દરિયાપુરા વિસ્તારમાં ચકચારીત હત્યાનો ભેદ ઉકેલવા માટે LCB , SOG, ડોગ સ્કોર્ડ, FSL સહિત વિવિધ એજન્સીઓ અને પાદરા પોલીસ ગત રાત થી હત્યાના ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. હાલમાં હત્યાના ગુના સંદર્ભે બેની પોલીસે ધરપકડ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news