ભારતની નથી 'જલેબીબાઇ', ખાતા હશો પણ ખબર નહી હોય 500 વર્ષ જૂનો ઇતિહાસ, ખાસ વાંચો

interesting facts about jalebi: મોટા ભાગે જલેબીને લોકો સાદી ખાવાનું જ પસંદ કરતા હોય છે પરંતુ લોકો પનીર કે પછી ખોયા સાથે પણ જલેબીને શોખથી ખાય છે. ચોમાસામાં કે પછી શિયાળામાં જલેબી ખાવાની અલગ જ મજા હોય છે. મોટા ભાગે જલેબી સાઈઝમાં નાની હોય છે.

ભારતની નથી 'જલેબીબાઇ', ખાતા હશો પણ ખબર નહી હોય 500  વર્ષ જૂનો ઇતિહાસ, ખાસ વાંચો

History of Jalebi: ભારતમાં કદાચ જ કોઈ વ્યક્તિ એવું હશે જેણે જીવનમાં ક્યારેય જલેબી ના ખાધી હોય. કે પછી જલેબીનું નામ ના સાંભળ્યુ હોય. ભારત સિવાય જલેબી પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન સહિત તમામ આરબ દેશોમાં ખુબ લોકપ્રિય છે. જોકે જલેબીને ભારતમાં રાષ્ટ્રીય માનવામાં આવે છે, પરંતુ આપને જાણીને હેરાની થશે જલેબી ભારતીય મીઠાઈ છે જ નહીં. આ એક વિદેશી મીઠાઈ છે ભારતના ખુણા ખુણામાં જાણીતી છે.

મોટા ભાગે જલેબીને લોકો સાદી ખાવાનું જ પસંદ કરતા હોય છે પરંતુ લોકો પનીર કે પછી ખોયા સાથે પણ જલેબીને શોખથી ખાય છે. ચોમાસામાં કે પછી શિયાળામાં જલેબી ખાવાની અલગ જ મજા હોય છે. મોટા ભાગે જલેબી સાઈઝમાં નાની હોય છે. પરંતુ મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં 300 ગ્રામ વજનની એક જલેબી મળે છે, આ જલેબી ઈમરતી કહેવાય છે. ઈમરતી બનાવવાની રીતથી લઈને સ્વાદ સુધી બધુ જ જલેબી જેવુ હોય છે. બનાવટમાં થોડો ફરક પડી જાય છે.

કેટલાક લોકોનું માનવુ છે કે જલેબી મૂળ એક અરબી શબ્દ છે. આ મીઠાઈનું અસલ નામ જલાબિયા છે. મધ્યયુગની એક પુસ્તક ‘કિતાબ-અલ-તબીક’માં જલાબિયા નામક મીઠાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉદભવ પશ્ચિમ એશિયામાં થયો હતો. ઈરાનમાં જલેબીને જુલાબિયા કે પછી જુલુબિયા નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા તુર્કી આક્રમણકારીઓ સાથે ભારત પહોંચ્યા હતા અને હવે આ મીઠાઈ ભારતની જ ઓળખ બની ગઈ છે.

વિદેશમાં પણ ખાવામાં આવે છે જલેબી
ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ જલેબી ખાવામાં આવે છે. લેબનોનમાં, 'જેલબિયા' લાંબા આકારની પેસ્ટ્રી જેવી છે. ઈરાનમાં તે જુલુબિયા, ટ્યુનિશિયામાં જલાબિયા અને અરેબિયામાં જલાબિયા તરીકે ઓળખાય છે. અફઘાનિસ્તાનમાં માછલી સાથે જલેબી પીરસવામાં આવે છે. શ્રીલંકામાં પણ જલેબી ખાવામાં આવે છે, જેને અહીં 'પાની વલાલુ' સ્વીટ કહેવામાં આવે છે. નેપાળની "જેરી" સ્વીટ પણ જલેબીનું એક સ્વરૂપ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news