છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, ‘લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરે..’

કોરોના (corona virus) ની દહેશત વચ્ચે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનમાં પોતાની સલામતી જોખમમાં મૂકીને બહાર નીકળતા લોકોને સરકાર અને પોલીસ સતત સૂચનાઓ આપી રહી છે. તેમ છતા લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં. જાહેરનામાનો ભંગ કરનારા અનેક દંડાય છે તેમ છતાં લોકો બેરોકટોક બહાર નીકળે છે. કોરોનાની કહેર વચ્ચે બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા (chotu vasava) નું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનો ઓર્ડર કરે.
છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, ‘લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરે..’

ભરત ચૂડાસમા/ભરૂચ :કોરોના (corona virus) ની દહેશત વચ્ચે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનમાં પોતાની સલામતી જોખમમાં મૂકીને બહાર નીકળતા લોકોને સરકાર અને પોલીસ સતત સૂચનાઓ આપી રહી છે. તેમ છતા લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં. જાહેરનામાનો ભંગ કરનારા અનેક દંડાય છે તેમ છતાં લોકો બેરોકટોક બહાર નીકળે છે. કોરોનાની કહેર વચ્ચે બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા (chotu vasava) નું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનો ઓર્ડર કરે.

લોકડાઉન વચ્ચે બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પર પોસ્ટ મૂકી છે. કોરોનાની મહામારી વચ્ચે ઘરોની બહાર નીકળતા લોકો પ્રત્યે ધારાસભ્યના તીખા તેવર સામે આવ્યા છે. તેમણે લખ્યું કે, કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઈટનો ઓર્ડર કરે. 

ઉલ્લેખનીય છે કે, 21 દિવસના લોકડાઉન વચ્ચે સરકાર જનજીવનને યથાવત રાખવા શક્ય એટલા પ્રયાસો કરી રહી છે. પરંતુ દરેક નાગરિકે જાગૃત થવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, તમારું સ્વાસ્થય તમારા હાથમાં છે. જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો તેટલા જ કોરોનાથી દૂર રહેશો. આવામાં જો લોકો ઘર બહાર નીકળવામાં સંયમ નહિ જાળવે તો તેઓ નુકસાન ભોગવશે. સાથે જ અન્યોને પણ ચેપ લગાડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news