કોરોના વાયરસ વચ્ચે રાજ્યમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, વીજળી પડતા એકનું મોત

એક તરફ લોકો કોરોના (corona virus) ને કારણે ટેન્શનમાં મૂકાયા છે. તો બીજી તરફ, ખાંસી-ઉધરસના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોરોના વાયરસ સમાચાર વચ્ચે માઠા સમાચાર આવ્યા છે. હાલ રાજ્યભરમાં અનેક શહેર-જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે રાજ્યનું વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 24 થી 26 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 25 અને 26 માર્ચે થન્ડર સ્ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. ત્યારે આજે ક્યાં ક્યા વરસાદ પડ્યો તે જોઈએ.  
કોરોના વાયરસ વચ્ચે રાજ્યમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, વીજળી પડતા એકનું મોત

ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ લોકો કોરોના (corona virus) ને કારણે ટેન્શનમાં મૂકાયા છે. તો બીજી તરફ, ખાંસી-ઉધરસના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોરોના વાયરસ સમાચાર વચ્ચે માઠા સમાચાર આવ્યા છે. હાલ રાજ્યભરમાં અનેક શહેર-જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે રાજ્યનું વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 24 થી 26 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 25 અને 26 માર્ચે થન્ડર સ્ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. ત્યારે આજે ક્યાં ક્યા વરસાદ પડ્યો તે જોઈએ.  

દાહોદમાં વીજળી પડતા યુવકનું મોત
દાહોદના સંજેલી તાલુકામાં વાંસીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું. ઘોડાવડલી ફળીયામાં મકાન પર વીજળી પડતા યુવકનું મોત થયું. પોલીસે યુવકના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો. 

  • અમદાવાદના શહેરના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. એસપી રિગ રોડ, સિંધુ ભવન, પ્રહલાદ નગર, વસ્ત્રાપુર વગેરે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું. 
  • છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સંખેડા તાલુકામાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું. ખેડૂતોમાં ચિંતા વધુ વરસાદ પડે તો પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે
  • વડોદરાના પાદરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ચારે તરફ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદી માહોલ સર્વત્ર જામ્યો છે. વડોદરાના ડભોઇના વાતાવરણમાં પલટો આવ્યો છે.
  • ભરૂચમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક સ્થળે વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરી વિસ્તારમાં સવારથી અમી છાંટણા જોવા મળ્યા.
  • ગીર સોમનાથના વાતાવણમાં પલટો આવ્યો. વાદળછાયું વાતાવણ છવાયેલું છે.
  • વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. કમોસમી વરસાદ થશે તો ખેડૂતો ભારે નુકસાનની ભીતી છે. કમોસમી વરસાદ થશે તો ઘઉં, ચણા, બાજરી જેવા પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.
  • ડાંગના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છવાયેલો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ છે.
  • જામનગરમાં સતત બીજા દિવસે ધાબડીયું વાતાવરણ જોવા મળ્યું. આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું. સર્વત્ર માવઠું પડે તેવો છવાયો માહોલ છવાયેલો છે. 
  • ડભોઇ, કુઢેલાં, પલાસવાળા, થુવાવી સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. ખેતીના પાકોમાં નુકશાનની આશંકા સેવાઈ રહી છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 
  • ખેડા અને નડિયાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદના કારણે રસ્તા ભીંજાયા છે. કોરોના વાઈરસના કહેર વચ્ચે વરસાદી માહોલથી લોકોમાં ભય રહ્યો છે. વરસાદના કારણે વાયરસ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. 
  • દાહોદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું છે. 
  • મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લુણાવાડાનગરમાં ધીમીધારે વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news