બ્રેકિંગ ન્યૂઝ : સિરપકાંડના માસ્ટરમાઈન્ડ પકડાયા, છ લોકોના મોત માટે જવાબદાર આરોપીઓની ધરપકડ

Kheda Syrup Kand : ખેડા સીરપ કાંડના મુખ્ય આરોપીઓ પકડાયા... નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની ધરપકડ... વડોદરામાંથી જ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા 

બ્રેકિંગ ન્યૂઝ : સિરપકાંડના માસ્ટરમાઈન્ડ પકડાયા, છ લોકોના મોત માટે જવાબદાર આરોપીઓની ધરપકડ

Vadodara News : 6 લોકોનો જીવ ભરખી જનાર ખેડા સીરપ કાંડના મુખ્ય આરોપીઓ આખરે પકડાયા છે. સિરપ બનાવીને નશાનો કાળો કારોબાર કરનાર મુખ્ય આરોપી પકડાયા છે. નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની પોલીસે ધરપકડ કરી છે. વડોદરામાંથી જ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે. આજે બપોરે 12 વાગે વડોદરા ડીસીપી ક્રાઇમ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. 

મોતના સિરપકાંડમાં વડોદરાના આરોપીનું નામ ખૂલ્યું હતું. સિરપકાંડમાં નીતિન કોટવાનીની સંડોવણી સામે આવી હતી. નીતિન કોટવાણી અગાઉ ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં પકડાઈ ચુક્યો હતો. ત્યારે વડોદરાના આરોપીને પકડવા પોલીસ દોડતી થઈ હતી. 

નીતિન પહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો
ખેડાના સિરપ કાંડને લઈ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતાજણાવ્યું કે, ખેડાના સિરપ કાંડમાં વડોદરામાં અગાઉ પકડાયેલા આરોપીઓના નામ ખુલ્યા હતા. આ માટે ખેડા પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી. વડોદરા પોલીસના તમામ અધિકારીઓ આરોપીઓને શોધવામાં કામે લાગ્યા હતા. નીતિન કોટવાની અગાઉ વડોદરામાં ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો હતો. આ આરોપી હાલમાં વડોદરામાં રહેતો ન હતો, પરંતું આરોપી નીતિનનું લોકેશન અગાઉ લુણાવાડા હતું, હાલમાં મુંબઈમાં હોવાનુ સામે આવ્યું હતું. 

નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ખોલી હતી 
નડિયાદના સીરપ કાંડમાં પકડાયેલો આરોપી વડોદરાનો હોવાનું ખૂલ્યું હતું. આરોપી નીતિન કોટવાનીના વિરૂદ્ધ એપ્રિલ 2021 માં નકલી સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં લાખોનું નકલી સેનેટાઈઝર અને રો-મટિરિયલ ઝડપાયું હતું. તે ગોરવા તળાવ પાસેના શિવભક્તિ ફલેટમાં રહેતો હતો, ત્યારબાદ આરોપી મકાન વેચી મુંબઈ શિફ્ટ થયો. ડિસેમ્બર 2021 માં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સાંકરદા ગામમાંથી ઝડપાઈ હતી. 

જેલમાં બનાવ્યો સિરપનો પ્લાન, બિશ્નોઈ ગેંગના સાગરીતોએ આપ્તો હતો આઈડિયા
આ કેસમાં ફેક્ટરી માલિકોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આયુર્વેદિક સીરપ બનાવવાનું લાયસન્સ લીધું હતું, પણ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે નકલી દારૂ બનાવવાનું પ્લાન વડોદરા જેલમાં ઘડાયો હતો. તે જેલમાં બિશનોઈ ગેંગના સાગરીતોના સંપર્ક આવ્યો તેમણે આઈડિયા આપ્યો હતો. લાખોનો જથ્થો અને મશીનરી સાધનો મળી આવ્યું હતા. રાજકોટમાંથી આવી જ નશાકારક શિરપ પકડાઈ હતી.

ખેડામાં આયુર્વેદિક સીરપ કાંડ મામલે 5 વ્યક્તિઓ સામે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ખેડા એસ.ઓ.જી પીઆઈ ડી.એન.ચુડાસમા ફરીયાદી બન્યા છે. તમામ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news