અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટ : કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

Ahmedabad Property Market : અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ સ્વરા ગ્રૂપના કાર્તિક સોનીએ જણાવ્યું કે, રિડેવલપેન્ટ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ચિત્ર બદલી શકે છે 

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટ : કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

Ahmedabad Real Estate Market અમદાવાદ : શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો છે. 

જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જે વધુ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ને આભારી છે. વધારાની એફએસઆઈને કારણે જ રહેવાની જગ્યાનું વિસ્તરણ શક્ય બને છે, જેનાથી મકાનમાલિકોને લિફ્ટ, ક્લબહાઉસ, જિમ,ગાર્ડન અને પાર્કિંગ સહિતની ઘણી સુવિધાઓ સાથેના વધુ મોટા અને અપગ્રેડ કરેલા મકાન મળી રહે છે. 

અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે શહેરના રિયલ એસ્ટેટના વિકાસમાં રિડેવલપમેન્ટ મુખ્ય ભૂમિકા અદા કરે તેનો સમય આવી ગયો છે. 

અપગ્રેડેડ લાઈફસ્ટાઈલ અને વધુ સારી સુવિધા મળે છે 
રિડેવલપમેન્ટ જમીનનો વધુ સારો ઉપયોગ કરીને જૂની સોસાયટીઓને પુનર્જિવિત કરવાની તક પૂરી પાડવાની સાથે જ રહેવા માટેની આધુનિક અને ટકાઉ જગ્યાઓનું પણ સર્જન કરે છે. મકાનમાલિકોને તેમનાં વર્તમાન જૂના મકાનોની જગ્યાએ નવા અને વધુ જગ્યા સાથેના મકાનો, અપગ્રેડેડ લાઈફસ્ટાઈલ અને વધુ સારી સુવિધાઓનો લાભ મળે છે. શહેરી વિસ્તારોની જમીનનો મહત્તમ ઉપયોગ કરીને વર્ટિકલ એટલે કે ઉધ્વાકાર વિકાસમાં પણ રિડેવલપમેન્ટનું મોટું યોગદાન છે. શ્રી સોનીએ ઉમેર્યું હતું કે, “રિડેવલપમેન્ટ ભવિષ્ય છે અને આગામી વર્ષોમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટની વૃદ્ધિનું ચાલક બનશે.” 

કંપનીનું આગામી આયોજન 
પાંચ વર્ષથી ઓછા સમયમાં સ્વરા ગ્રુપે અમદાવાદમાં રિડેવલપમેન્ટમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. કંપની છ પ્રોજેક્ટ પૂરા કરી ચૂકી છે, છ પ્રોજેક્ટ અમલીકરણના તબક્કામાં છે અને બીજા છ પ્રોજેક્ટ માટે આયોજન થઈ રહ્યું છે. જે બાબત સ્વરા ગ્રુપને અન્યોથી અલગ પાડે છે, તે એ છે કે ગ્રુપના તમામ પ્રોજેક્ટ પાલડી, વાસણા, પરિમલ, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા અને ઉસ્માનપુરા સહિતના પ્રાઈમ લોકેશન પર છે. 

કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, “આ વિસ્તારોમાં હવે કોઈ ખાલી જમીન નથી વધી, પણ આ વિસ્તારો અમદાવાદના હાર્દ સમાન વિસ્તારો ગણાય છે તેમજ તેમનું નાણાકીય અને સામાજિક મૂલ્ય પણ ઉંચુ છે. રિડેવલપમેન્ટ એકમાત્ર સક્ષમ વિકલ્પ હોવાથી તે અમારું મુખ્ય ફોકસ છે.”  

મુંબઈ જેવા શહેરોમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ લાંબા સમયથી અનુસરવામાં આવતી પ્રક્રિયા છે, ત્યારે અમદાવાદમાં આ ટ્રેન્ડ હજુ પ્રમાણમાં નવો છે. જૂની ઈમારતોને લેન્ડમાર્ક પ્રોજેક્ટમાં તબ્દીલ કરવાના સફળ પરિવર્તન છતાં શહેરની ખરી ક્ષમતા કરતાં આંકડા ઓછાં પડે છે.  

કાયદાકીય સમસ્યાઓ બને છે મોટો અવરોધ
ખાસ કરીને મકાનમાલિકો અને રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વચ્ચે પરસ્પર વિશ્વાસના અભાવે સર્જાતી કાયદાકીય સમસ્યાઓ અમદાવાદમાં રિડેવલપમેન્ટની બહોળી સ્વીકૃતિના માર્ગમાં આવતો મોટો અવરોધ છે. કાર્તિક સોની એ વાત પર ભાર મૂકે છે કે રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વધુ સતર્કતા અને પારદર્શકતાથી ફક્ત આ અવરોધોને દૂર કરવામાં જ મદદ નહીં મળે પણ અમદાવાદની અભૂતપૂર્વ વૃદ્ધિને પણ તેનાથી આગળ ધપાવી શકાશે. 

ગુજરાત સરકાર રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી આતુર છે અને આ માટે ડેડિકેટેડ રિડેવલપમેન્ટ પોલિસીની પણ જાહેરાત કરી છે.

(Disclaimer : This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article. The IDPL Editorial team is not responsible for this content)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news