Samudrika Shastra: પગના તળિયામાં ખંજવાળ આવે તો લાભ થાય કે નુકસાન ? જાણો શુભ અશુભ સંકેત વિશે
Samudrika Shastra: કોઈ તકલીફ વિના જ્યારે અચાનક શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવે તેને શુભ અશુભ સંકેતો સાથે જોડીને સામુદ્રિક શાસ્ત્રમાં જોવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના અંગો પર અચાનક ખંજવાળ આવી જીવનમાં બનનાર શુભ અને અશુભ ઘટનાઓ તરફ ઈશારો હોઈ શકે છે.
Trending Photos
Samudrika Shastra: શરીરના કોઈપણ અંગ પર ખંજવાળ આવવી એકદમ સામાન્ય બાબત છે. કેટલીક વખત સ્કિન સમસ્યાના કારણે પણ શરીરમાં ખંજવાળ આવતી હોય છે. પરંતુ કોઈ તકલીફ વિના જ્યારે અચાનક શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવે તેને શુભ અશુભ સંકેતો સાથે જોડીને સામુદ્રિક શાસ્ત્રમાં જોવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના અંગો પર અચાનક ખંજવાળ આવી જીવનમાં બનનાર શુભ અને અશુભ ઘટનાઓ તરફ ઈશારો હોઈ શકે છે. તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે હથેળીમાં ખંજવાળ આવે તો ધન લાભ થાય. તેવી જ રીતે પગના તળિયામાં અચાનક ખંજવાળ આવે તો તેનો પણ અર્થ હોય છે.
જમણા પગના તળીયામાં ખંજવાળ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો તમારા જમણા પગના તળિયામાં અચાનક ખંજવાળ આવે તો તેને શુભ માનવામાં આવે છે. જમણા પગના તળિયામાં ખંજવાળ આવી એ વાતનો સંકેત હોય છે કે તમને કોઈ યાત્રા કરવાની તક મળશે અને આ યાત્રા શુભ સાબિત થશે. યાત્રા દરમિયાન તમારી બધી જ યોજનાઓ સફળ થશે. યાત્રાથી તમને આર્થિક લાભ પણ થઈ શકે છે.
ધાબા પગના તળીયામાં ખંજવાળ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો તમારા ડાબા પગના તળિયામાં અચાનક ખંજવાળ આવે તો તે અશુભ ગણાય છે. ડાબા પગના તળિયામાં ખંજવાળ કોઈ મોટા નુકસાન તરફનો ઈશારો હોય છે. જો આવી સ્થિતિમાં તમે કોઈ યાત્રા કરવાના હોય તો તેને ટાળી દેવી હિતાવહ રહે છે.
હથેળીમાં ખંજવાળનો અર્થ
સામુદ્રિકશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથની હથેળીમાં ખંજવાળ આવે તો તેનાથી ધનહાનિ થાય છે. જો જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો ધન લાભ થાય છે પરંતુ ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો ધનનો વ્યય થઈ શકે છે. શરીરના ડાબા તરફના અંગમાં અત્યંત ખંજવાળ અચાનક આવે તો તે આવનાર સ્વાસ્થ્ય સમસ્યા તરફનો સંકેત હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે