Gold Rate Today: ભારે પડશે મિડલ ઈસ્ટનો તણાવ, જેની બીક હતી એ જ થયું! પહેલે નોરતે સોનામાં ભડકો, ચેક કરો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: આજે ક્યાંક સોનું ઘટેલું તો ક્યાંક વધેલું જોવા મળ્યું છે. જો આવામાં તમે પણ સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ વાયદા બજાર અને શરાફા બજારના ભાવ ચેક કરી લો. 

Gold Rate Today: ભારે પડશે મિડલ ઈસ્ટનો તણાવ, જેની બીક હતી એ જ થયું! પહેલે નોરતે સોનામાં ભડકો, ચેક કરો લેટેસ્ટ રેટ

મિડલ ઈસ્ટમાં તણાવના પગલે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં ગોલ્ડે 76600 નજીક લાઈફ હાઈ સ્પર્શ કર્યો હતો. જો કે આજે ક્યાંક સોનું ઘટેલું તો ક્યાંક વધેલું જોવા મળ્યું છે. જો આવામાં તમે પણ સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ વાયદા બજાર અને શરાફા બજારના ભાવ ચેક કરી લો. 

શરાફા બજારમા ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 247 રૂપિયા ઉછળીને 75,762 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે 1 ઓક્ટોબરના રોજ 75,515 પર ક્લોઝ થયું હતું. ચાંદી આજે 1018 રૂપિયા ઉછળીને 90,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે જે 1 ઓક્ટોબરના રોજ 89,882 પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) October 3, 2024

વાયદા બજારમાં ઘટ્યો ભાવ
વાયદા બજારની વાત કરીએ તો આજે સવારે સોનું 131 રૂપિયા તૂટીને 75,535 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જ્યારે ચાંદી 603 રૂપિયા ચડીને 91,978 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news