બોટાદ : જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ કોમ્પિટિશનમાંથી આઉટ, હવે ભાજપ-આપ વચ્ચે સીધી જંગ

બોટાદ : જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ કોમ્પિટિશનમાંથી આઉટ, હવે ભાજપ-આપ વચ્ચે સીધી જંગ
  • બોટાદમાં 14 કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી
  • આ મામલે હાઈકોર્ટે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો 
  • જેના કારણે હવે બોટાદ જિલ્લા પંચાયતમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે

રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદમાં 14 કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જેના પગલે ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં, આ મામલે હાઈકોર્ટે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે હવે બોટાદ જિલ્લા પંચાયતમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે. તો એકસાથએ 14 ફોર્મ રદ થતા એકબીજા ઉપર આક્ષેપબાજી શરૂ થઈ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. આમ કોંગ્રેસ જિલ્લા પંચાયતની માત્ર બે સીટો ઉપર ચૂંટણી લડશે. તો આમ આદમી 12 બેઠકો ઉપર ચૂંટણી લડશે. ત્યારે હવે બોટાદમાં ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી જંગ છે. ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોંગ્રેસના ફોર્મ અધિકારીએ રદ કર્યા છે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આરોપ મૂક્યો છે. તો જિલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે.

બોટાદ જિલ્લા પંચાયતમાં હવે આપ અને ભાજપના ઉમેદવાર
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 20 સીટો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં 15 ફેબુઆરીના રોજ ઉમેદવારી ફોર્મનો ચકાસણીનો દિવસે કોંગ્રેસના 18 ફોર્મમાં મેન્ડેટ ના ફોર્મ ક માં કોઈ ભૂલના કારણે ફોર્મ રદ થયા હતા. આથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જે મામલે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા પહેલા કોંગ્રેસના 4 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે 26 ફેબુઆરીના રોજ હાઈકોર્ટમાં 14 ઉમેદવારો મામલે સુનવણી હતી. જેમાં હાઈકોર્ટે હુકમ કરતા જણાવ્યું કે, ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેતપ કરવા હાઈકોર્ટે મનાઈ ફરમાવી. એટલે કોંગ્રેસના વધુ 14 ઉમેદવારો હવે જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ લડી શકે. જે કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. એટલે કે હવે કોંગ્રેસ માત્ર 2 સીટો ઉપર ચૂંટણી લડશે. જ્યારે હવે કોંગ્રેસના 20 માંથી 18 ફોર્મ રદ થતા હવે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જંગ થશે. જ્યારે હવે કોંગ્રેસના 20 માંથી 18 ફોર્મ રદ થતા હવે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ થવાની છે. તો બીજી તરફ 20 માંથી 12 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમજ જિલ્લા પંચાયતની 7 સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન, 5481 બેઠકો પર 22170 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર

કોંગ્રેસે કહ્યું, ભાજપને હારવાની બીક લાગી
ફોર્મ રદ થવા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે જણાવ્યું કે, અમારા જે ફોર્મ રદ કર્યા તેમાં ખરેખર કોઈ ભૂલ ન હતી. જે મેન્ડેટ આપવામાં આવેલ ફોર્મ ક અને ખ ફોર્મમાંનું ખ ફોર્મ ઓલેરેડી કમ્પલિટ છે. જ્યારે ક ફોર્મમાં સામાન્ય ટેકનિક ભૂલ હતી. અને સામાન્ય ટેકનિકલ ભૂલ માન્ય રાખી શકાય. પરંતું હાલની વર્તમાન સરકાર અને અહીના મંત્રી સૌરભ પટેલે અધિકારીઓને પોતાના દબાણમાં લાવીને બળજબરીપૂર્વક ફોર્મને અમાન્ય કરાવ્યા છે. જો તેમને ચૂંટણી લડવી હોત તો મેદાનમાં આવી જવું હતું. પરંતુ તેમને હારવાની બીક લાગી ગઈ. હાઈકોર્ટના જજમેન્ટને અમે સુપ્રીમમાં લઈ જઈશું. 

હવે કોંગ્રેસના ફોર્મ કેન્સલ થતા ભાજપ સાથે આમ આદમીની સીધી ફાઈટ છે. આમ આદમીના જિલ્લામાં 60 ઉમેદવારો છે. જેમાં જિલ્લા પંચાયતમાં 12 ઉમેદવારો છે. ત્યારે આ વિશે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી કૌશિક રાઠોડે જણાવ્યું કે, તો જિલ્લા ભાજપના સત્તામાં બેઠેલી પાર્ટીઓની કુટનીતિ અને ગંદા રાજકારણનો ભોગ સામેની પાર્ટી બની છે. અમારો 60 બેઠકો ઉપર વિજય થશે.

આ પણ વાંચો : શ્રીલંકાને ચીન પર નથી ભરોસો, ચાઈનીઝ વેક્સીનનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખીને વાપરશે ભારતીય વેક્સીન 

તો બીજી તરફ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા જણાવ્યું કે, સત્યનો હંમેશા વિજય થાય છે. કોંગ્રેસે દ્વારા જે કંઈ ભૂલ કરવામાં આવી છે. તેની અણઆવડત ના કારણે જે કંઈ ભૂલ કરી છે.રાજ્યના ચૂંટણી પંચે નિષ્પક્ષ નિર્ણય કરી અને જયારે તેને કોટમાં રજુ કર્યો ત્યારે હાઈકોર્ટે ચૂંટણી પંચના નિષ્પક્ષ નિર્ણયને માન્ય રાખ્યો છે. કોંગ્રેસ જે આક્ષેપ કરે છે તે પાયાવિહોણા છે. એમને જે કંઈ ભૂલ કરી છે તે ક્યારે ભૂલ સ્વીકારતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news