આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ
વિધાર્થિનિઓ ખાનગી વાહનોની ડિકીમાં બેસી શાળાએ જવા મજબુર બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જોખમી સવારીના દ્રશ્યોને લઈ વાલીઓમાં રોષ સાથે વિકાસ અંગે સવાલો ઉભા થયા છે.
Trending Photos
બોટાદ: શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે અનેક વખત તંત્રની પોલ ઉઘાડી પડી જાય છે, ત્યારે આવો જ એક કિસ્સો બોટાદમાં સામે આવ્યો છે. બોટાદના રાજપરા ગામે વિદ્યાર્થીઓ કારની ડેકીમાં બેસીને સ્કૂલે જવા મજબૂર બની છે. સાંભળીને ઝાટકો લાગ્યોને... પરંતુ આ હકીકત છે. અહીં એસટી બસ ઊભી ના રહેતા વિધાર્થિનિઓને સ્કૂલે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેણા કારણે તાત્કાલિક એસટી બસ ફાળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે.
વિધાર્થિનિઓ ખાનગી વાહનોની ડિકીમાં બેસી શાળાએ જવા મજબુર બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જોખમી સવારીના દ્રશ્યોને લઈ વાલીઓમાં રોષ સાથે વિકાસ અંગે સવાલો ઉભા થયા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના રાજપરા ગામની વિદ્યાર્થિનીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ST બસ સમયસર ન આવતી હોવાથી વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે કારની ડેકીમાં બેસી આવનજાવન કરવા મજબુર બની છે. પરંતુ અહીં પરિવહનની ખાસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ નછૂટકે જોખમી સવારી કરી રહ્યા છે. જેણા કારણે રાજપરા અને હામાપર ગામના વિદ્યાર્થીઓ અભ્યાસને ધ્યાનમા લઈને સરકાર દ્વારા એસટી બસ ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ ઉઠાવી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે અભાવે વિદ્યાર્થિનીઓ કારની ડેકીમાં બેસીને અભ્યાસમાં માટે શાળાએ જઇ રહી હોવાનું જણાય રહ્યું છે. ST બસ સમયસર ન આવતી હોવાથી, ઉપરાંત ડ્રાઇવર-કંડકટર મનમાની ચલાવી બસ ઉભી ન રાખતા હોવા સહિતના દિકરીઓએ આરોપ લગાવ્યા હતા.
એટલું જ નહિ આ મામલે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી સમસ્યાનો હાલ ન આવ્યો હોવાનો પણ સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો. આથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? શું તંત્ર દુર્ઘટનાની જબાબદારી લેશે? તેવા અણીયારા સવાલો વાલીઓ ઉઠાવી રહ્યા છે.
મહત્વનું છે કે, આથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? શું તંત્ર દુર્ઘટનાની જબાબદારી લેશે ? તેવા અણીયારા સવાલો વાલીઓ ઉઠાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે