Surat: સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ: 6 સ્વરૂપવાન યુવતીઓ ગ્રાહકોને કરાવતી મઝા! રેડ પડતા જ...

સુરતના ડુમસ રોડ ઉપર આવેલ એસ.એન. એસ એનર્જી બિલ્ડીંગમાં ધમધમતા રેડ પર્લ સ્પાના સંચાલક દ્રારા કરતી થાઇલેન્ડની મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાના બહાને શરીરસુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી.

Surat: સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ: 6 સ્વરૂપવાન યુવતીઓ ગ્રાહકોને કરાવતી મઝા! રેડ પડતા જ...

પ્રશાંત ઢીવરે/સુરત: સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપર સામે પોલીસે લાલ આંખ કરી છે. ડુમસ રોડ પર આવેલ એસ.એન.એસ એનર્જી બિલ્ડીંમાં રેડ પર્લ સ્પામાં પોલીસ દરોડા પાડ્યા છે. થાઈલેન્ડની મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાના બહાને દેહ વ્યાપર કરાવવામાં આવતો હતો. ઉમરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી થાઈલેન્ડની મહિલાઓને દેહ વ્યાપરમાંથી મુક્ત કરાઈ છે. પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર પ્રમોદ યાદવ સહિત 2 ઈસમોની ધરપકડ કરી છે. સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. 

6 જેટલી થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરાઈ
સુરતના ડુમસ રોડ ઉપર આવેલ એસ.એન. એસ એનર્જી બિલ્ડીંગમાં ધમધમતા રેડ પર્લ સ્પાના સંચાલક દ્રારા કરતી થાઇલેન્ડની મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાના બહાને શરીરસુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી. સ્પા અને મસાજ પાર્લર હેઠળ દેહવિક્રયનો ગેરકાયદે ધંધો થતો હોવાની બાતમી ડીસીપી ઝોન-4 વિજય ગુર્જરની સુચના મુજબ એલસીબી અને ઉમરા પોલીસે બાતમીના આધારે ડુમસ રોડ સેન્ટ્રલ મોલની સામે એસએનએસ એનર્જી બિલ્ડીંગના પહેલા માળે રેડ પર્લ સ્પામાં છાપો માર્યો હતો. જયાંથી પોલીસે કાર્યવાહી હેઠળ 6 જેટલી થાઈલેન્ડની મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરી હતી. 

ગ્રાહકોને શરીરસુખ માણવાની સવલત પુરી પડાતી
સ્પાના સંચાલક દ્રારા થાઈલેન્ડની મહિલાઓને મસાજ કરવા અર્થે રાખીને ગ્રાહકોને શરીરસુખ માણવાની સવલત પુરી પાડીને કુટણખાનુ ચલાવવામાં આવતુ હતુ. તેમજ ગેરકાયદે પ્રવૃતિ કરનાર પ્રમોદ ચૌથી યાદવની ધરપકડ કરી હતી. જયારે રેડ પર્લ સ્પાના માલિક કમલેશ લક્ષ્મણ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્પામાંથી એક મોબાઈલ ફોન અને રોકડ રૂ.14.500 એમ કુલ રૂ.14.500 નો મુદામાલ કબજે કર્યો છે.

દિવાળી બાદ ફરી સ્પામાં ગોરખધંધા શરૂ
મહત્વની વાત એ છે કે શહેરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટના ચાલી રહેલા ન્યુસન્સ સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૃહમંત્રીએ આ મામલે લાલ આંખ કરતા રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવાય હતી. જોકે દિવાળી બાદ ફરી સ્પામાં ગોરખધંધા શરૂ થઈ જતા પોલીસ ફરી કડક કાર્યવાહી કરે એ જરૂરી થઈ પડયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news