કોંગ્રેસની સૌથી 'નબળી નસ'ને ભાજપ આજે દબાવશે, દેશભરમાં કરશે વિરોધ-પ્રદર્શન
Trending Photos
અમદાવાદ/નવી દિલ્હી: હાલ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના બધા મોટા નેતા ભાજપની તાજેતરની સરકાર પર પ્રેસ પર આઝાદીની પાબંધી લગાવવાનો આરોપ લગાવી રહી છે. આગામી વર્ષે 2019માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને જોતાં કોંગ્રેસ આ મુદ્દાને જોર-શોરથી ઉઠાવી રહી છે. આ મોરચા પર કોંગ્રેસને ચિત્ત કરવા માટે ભાજપ સરકાર સોમવારે (25 જૂન)ના રોજ દેશભરમાં ઇન્દીરા ગાંધી સમયમાં દેશ પર લાગેલા સૌથી મોટા દાગ ઇમરજન્સીને ઉઠાવશે. જોકે વર્ષ 1975ની 25-26 જૂનની રાત્રે ઇમરજન્સી લગાવવામાં આવી હતી. 43 વર્ષ બાદ ભાજપ સમગ્ર દેશમાં ઇમરજન્સી વિરોધી દિવસ ઉજવી રહી છે.
મીસા કાયદાને પ્રભાવિતોને અભિનંદન કરશે શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહની પાર્ટી ગુજરાત એકમના બે દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે કાર્યક્રમમાં ભાગ લેશે. તે લોકોને ઇમરજન્સીની યાદ અપાવશે. પાર્ટીએ અહીં એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે તે એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે જ્યાં ઇમરજન્સીમાં મીસા કાયદાથી પ્રભાવિત થયેલા લોકોનું અભિનંદન કરવામાં આવશે. ઇમરજન્સી દરમિયાન આ કુખ્યાત કાયદા વડે રાજકીય કાર્યકર્તાઓની ધરપકડ માટે મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ભાજપની ચિંતન શિબિર અહીં એસજીવીપી હોલમાં શરૂ થઇ ચૂકી છે. આ સત્રનો ઉદ્દેશ્ય 2019ની લોકસભાની ચૂંટણી માટે તખતો તૈયાર કરવાનો છે. ચિંતન શિબિરના પહેલા દિવસે ભાજપના પ્રભારી મહાસચિવ ભૂપેંદ્વ યાદવ, સંયુક્ત મહાસચિવ વી સતીશ, કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ હાજર રહ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ આઇ કે જાડેજાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'અમારા નેતા રાજ્યમાં બધી 26 લોકસભાની સીટો જાળવી રાખવાના ઉદ્દેશ્યથી રોડમેપ તૈયાર કરી રહ્યા છે. દિલ્લી પ્રદેશ ભાજપે કહ્યું કે જનતાના મૌલિક અધિકારોનું હનન કરવાના વિરોધમાં 25 જૂનના રોજ ઇમરજન્સી વિરોધી દિવસ ઉજવશે. આ અવસર પર પ્રદેશ ભાજપ ઇમરજન્સી બંધી સ્મરણ સમિતિ દ્વારા સોમવારે સાંજે એક કાર્યક્રમનું આયોજન થશે. આ જ પ્રકારે દેશભરના અલગ-અલગ રાજ્યોમાં કાર્યક્રમ યોજવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે