Jamnagar District Co-Operative Bank માં કેસરીયો લહેરાયો, કોંગ્રેસ પાસેથી આંચકી લીધી સત્તા

જામનગર જિલ્લા સહકારી બેંક ના નવા ચેરમેન તરીકે પીએસ જાડેજા તેમજ વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ વાદીની વરણી કરવામાં આવી હતી.

Jamnagar District Co-Operative Bank માં કેસરીયો લહેરાયો, કોંગ્રેસ પાસેથી આંચકી લીધી સત્તા

મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારોની ચૂંટણીમાં આજે કોંગ્રેસ પ્રેરિત જૂથ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ પ્રેરિત સફળ થયું છે. જામનગર સહકારી બેંકના નવા ચેરમેન (Chairman) તરીકે ભાજપ (BJP) ના અગ્રણી પી.એસ.જાડેજા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

જામનગર (Jamnagar) જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરો માટે અગાઉ મતદાન પૂર્ણ થયા બાદ ડાયરેક્ટરો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોદ્દેદારોની ચૂંટણી થઇ હતી. પરંતુ આજે જામનગર (Jamnagar) શહેરમાં મહેસુલ સેવા સદન ખાતે જામનગર જિલ્લા સહકારી બેંક (Jamnagar District Co-Operative Bank) ના ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જોકે જામનગર જિલ્લા સહકારી બેંક (Jamnagar District Co-Operative Bank) માં કુલ ૧૨ ડાયરેક્ટર ભાજપ પ્રેરિત જૂથના હોય જેથી ચૂંટણીની પ્રક્રિયા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લા સહકારી બેંક ના નવા ચેરમેન તરીકે પીએસ જાડેજા તેમજ વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ વાદી તથા એમ.ડી. તરીકે લુણાભા સુંભણીયા અને એપેક્સ બેંકના ડાયરેકટર તરીકે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાની વરણી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીની પ્રક્રિયા સમયે જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જોકે જિલ્લા સહકારી બેંકમાં કોઈ પ્રત્યેક્ષ રાજકારણ હોતું નથી, પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષના માધ્યમથી પ્રેરિત જૂથના આગેવાનો ડાયરેક્ટર તરીકે ચૂંટણી લડતા હોય છે, ત્યારે જામનગર જિલ્લા સહકારી બેંકમાં અગાઉ કોંગ્રેસ પ્રેરિત જૂથનું શાસન હતું પરંતુ જે રીતે ગત વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સહકારી ક્ષેત્રના આગેવાનો કોંગ્રેસથી નારાજ થયેલા અને કોંગ્રેસ (Congress) છોડી ભાજપ (BJP) માં જોડાયેલ હોય જેથી હવે નવા સમીકરણો મુજબ જામનગર જિલ્લા સહકારી બેંકમાં કોંગ્રેસ પ્રેરિત જૂથ પાસેથી સત્તા છીનવી લેવામાં ભાજપ પ્રેરિત જૂથને સફળતા મળી છે. જામનગર જિલ્લા સહકારી બેંક પર હવે કેસરિયો લહેરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news