Rajkot માં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો: આંતરિક જૂથવાદ દેખાયો

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુ મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા છે.

Rajkot માં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો: આંતરિક જૂથવાદ દેખાયો

નવનીત લશકરી/ રાજકોટ: રાજકોટમાં ભાજપ (BJP)નો આંતરિક જૂથવાદ સ્નેહ મિલન કાર્યક્રમ સુધી પહોંચ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુ મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સિવાય સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યો હતો, તેવા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યા હતા, બન્ને વચ્ચે કંઈક વાતચીત શરૂ થઈ હતી, તેવામાં સ્ટેજ પર વિજયભાઈ સાથે કાંઈક ચર્ચા કરે તે સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પહોંચ્યા હતા. ત્યાં જ વિજયભાઈએ રામભાઈને બેસી જવા જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, તા.20ના રોજ ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે સી.આર.પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહમિલન સોમવારે સાંજે 6 વાગ્યે રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસો થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news