એરપોર્ટ પર કરોડોની ઘડિયાળો જપ્ત થવાની ખબર વાયરલ થતા હાર્દિક પંડ્યાએ આપ્યું રિએક્શન, જાણો શું કહ્યું?
આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પાછા ફર્યો ત્યારે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ક્રિકેટર હાર્દિક પંડ્યા પાસેથી બે ઘડિયાળો જપ્ત કરી હોવાના ખબર વાયરલ થઈ ગયા. આ ઘડિયાળો સ્વિસ કંપની Patek Philippe ની છે. પંડ્યા દુબઈમાં ટી20 વર્લ્ડ કપ રમીને દુબઈથી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.
શું કહેવું છે હાર્દિક પંડ્યાનું
આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
જણાવી ઘડિયાળની સાચી કિંમત
પંડ્યાએ આગળ કહ્યું કે કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારી પાસે તમામ દસ્તાવેજો માંગ્યા છે. તે હાલ યોગ્ય ડ્યૂટીના મૂલ્યાંકનમાં લાગ્યા છે. હું પૂરી ડ્યૂટી ભરવા માટે તૈયાર છું અને સોશિયલ મીડિયા પર ઘડિયાળની કિંમત 5 કરોડ જણાવવામાં આવી રહી છે તે ખોટી છે. ઘડિયાળ 1.5 કરોડ રૂપિયાની છે.
સૌથી મોંઘી ઘડિયાળ
અત્રે જણાવવાનું કે પંડ્યા પાસે લક્ઝરી વોર નિર્માતા કંપની Patek Philippe ની ઘડિયાળો મળી છે. વર્ષ 1839માં શરૂ થયેલી આ કંપની ખાસ પ્રકારની ઘડિયાળો બનાવે છે. કંપનીની Patek Philippe Nautilus 5711/1P Unworn ની કિંમત 57,194,374 રૂપિયા છે. જો તમે તેને ઓનલાઈન ખરીદશો તો 38,130 રૂપિયા તમારે શિપિંગના આપવા પડશે. એ જ રીતે Patek Philippe Nautilus 5711/1P ની કિંમત 49,225,619 રૂપિયા છે. જેના ઉપર 38 ટકા ડ્યૂટી પણ લાગે છે.
દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળનો રેકોર્ડ પણ આ કંપનીના નામે છે. Patek Philippe ની એક ઘડિયાળને હરાજીમાં 31 મિલિયન સ્વિસ ફ્રેંક (લગભગ 222 કરોડ રૂપિયા) માં વેચવામાં આવી હતી. જે દુનિયાની કોઈ પણ રિસ્ટવોચ માટે અપાયેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. જો કે આ હરાજી ચેરિટી માટે કરાઈ હતી અને સમગ્ર રકમ દાન કરવામાં આવી હતી. Only Watch નામની આ ચેરિટી હરાજીનું આયોજન જીનેવામાં કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે