કોંગ્રેસ ડૂબતું જહાજ છે જેથી કોંગ્રેસ છોડીને આગેવાનો ભાજપમાં આવ્યા: શંકર ચોધરી
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે ભીખુભાઈ દલસાણિયા અને શંકરભાઇ ચોધરી મોરબીમાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો તેના ટેકેદારોએ સાથે ભાજપમાં જોડાયા હતા. જેથી કરીને ભાજપના સિનિયર આગેવાન શંકરભાઇ ચોધરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું જહાજ છે જેથી કરીને કોંગ્રેસ છોડીને આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/ મોરબી: મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે ભીખુભાઈ દલસાણિયા અને શંકરભાઇ ચોધરી મોરબીમાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો તેના ટેકેદારોએ સાથે ભાજપમાં જોડાયા હતા. જેથી કરીને ભાજપના સિનિયર આગેવાન શંકરભાઇ ચોધરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું જહાજ છે જેથી કરીને કોંગ્રેસ છોડીને આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે ઉમેદવારો પત્ર ભરી દેવામાં આવ્યા છે ત્યાર બાદ મોરબી માળિયામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં મિટિંગો કરવામાં આવી રહી છે આજે મોરબી ભીખુભાઈ દલસાણિયા અને શંકરભાઇ ચોધરી મોરબીમાં આવ્યા હતા.
તેની સાથે રાજ્યના ઊર્જા મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ પના હતા ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને અન્ય સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા જેથી કરીને શંકરભાઇ ચોધરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું જહાજ છે જેથી કરીને કોંગ્રેસ છોડીને આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે અને ભાજપની વિકાસની રાજનીતીમાં જોડાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે