ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, કહ્યું; 'કેટલાક પોલીસ મથકમાં ભ્રષ્ટ અધિકારીઓ છે'

આણંદ જિલ્લામાં કેટલાક નિશ્ચિત પોલીસ મથકમાં નિશ્ચિત અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવા અંગે આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલે શહેરમાં સરકીટ હાઉસ ખાતે મળેલી પોલીસ સંકલન બેઠકમાં પોલિસ અધિક્ષક પ્રવિણકુમારને રજૂઆત કરી હતી.

ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, કહ્યું; 'કેટલાક પોલીસ મથકમાં ભ્રષ્ટ અધિકારીઓ છે'

બુરહાન પઠાણ/આણંદ: રાજ્યમાં અવારનવાર પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારે આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલે પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.

આણંદ જિલ્લામાં કેટલાક નિશ્ચિત પોલીસ મથકમાં નિશ્ચિત અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવા અંગે આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલે શહેરમાં સરકીટ હાઉસ ખાતે મળેલી પોલીસ સંકલન બેઠકમાં પોલિસ અધિક્ષક પ્રવિણકુમારને રજૂઆત કરી હતી અને તે અંગે મિતેષ પટેલએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર આ પ્રશ્નો અંગે પગલાં ભરશે. ભાજપના સાંસદ દ્વારા પોલીસ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરતા ચકચાર મચી છે. 

આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલે પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો છે, જેના કારણે સમગ્ર મામલો ઉછળ્યો છે. ભાજપ સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ મથકમાં અધિકારીઓ ભ્રષ્ટ છે. પરંતુ તેમણે કોઈનું નામ આપ્યું નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એસપીને કેટલાક પોલીસ મથકમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યાં હતા. 

આમ તો આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમ છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 699338 મતથી આગળ અને કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકી 486271 મત સાથે પાછડ રહેતા ભાજપ ઉમેદવાર 194146 મતની લીડ સાથે આગળ રહ્યાં હતા. ત્યારે 2014ની જેમ આ વર્ષે પણ આણંદવાસીઓમાં મોદી લહેર જોવા મળી હોય તેમ કોંગ્રેસનો સફાયો બોલાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news