કાર પર સ્ટંટ કરતી યુવતીઓનો Video વાયરલ, પોલીસે 18000 રૂપિયાનું ચલણ કાપ્યું
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ચાલતી કાર પર યુવતીઓનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ પોલીસે યુવતીઓ પર કાર્યવાહી કરતા 18000 રૂપિયાનું ચલણ કાપ્યું છે.
અયોધ્યાઃ ચાલુ વાહન પર સ્ટંટ કરતા રીલ બનાવવાના ક્રેઝમાં લોકો પાગલ બની ગયા છે. આ રીલનું ભૂત ઉતરી રહ્યું નથી. પોલીસની કાર્યવાહીથી પણ લોકો સમજતા નથી. હવે અયોધ્યામાં આવી ઘટના બની છે. જ્યાં બે યુવતીઓ ચાલતી કાર પર સ્ટંટ કરી વીડિયો બનાવી રરી હતી. તેનો વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે કાર માલિકના નામ પર 18000 રૂપિયાનું ચલણ મોકલી દીધું. વાયરલ થવાની આ ખતરનાક રીત પર પ્રતિબંધ કઈ રીતે લગાવવો તે તંત્રને સમજાતું નથી. કાયદો પ્રમાણે જે કાર્યવાહી થાય તે પોલીસ કરી રહી છે.
કારના બોનેટ પર જોવા મળ્યો યુવતીઓનો સ્વેગ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક સફેદ કલરની કાર ચાલી રહી છે. એક યુવતી કારની બોનેટ પર બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી કારની બારીમાંથી બહાર નિકળી જોઈ રહી છે. કારની બારીમાંથી બહાર નિકળેલી યુવતી કાર ચલાવી પણ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરતા 18000નું ચલણ ફટકાર્યું છે. કાર માલિકનું નામ દીન દયાલ મિશ્રા છે.
अयोध्या में कार पर स्टंटबाजी का वीडियो वायरल#Ayodhya pic.twitter.com/hFJ8Fr9KdC
— Shailendra Tiwari (@Shailendra_Jour) May 31, 2023
વીડિયો જોઈ ભડક્યા યૂઝર્સ
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. જેના પર લોકોના રિએક્શન પણ સામે આવી રહ્યાં છે. ઘણા લોકો મજાકભરી કોમેન્ટ કરી રહ્યાં છે. તો કેટલાક લોકોએ આ યુવતીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube