સુરતમાં શેરડીના ખેતરમાંથી ઝડપાયેલા મુદ્દામાલ જોઈ પોલીસ પણ ચોંકી, સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ

સુરત જિલ્લો ગાંજો ની હેરાફેરી માટે હબ ગણાતું હોઈ તેમ અવારનવાર સુરત ગ્રામ્ય માંથી ગાંજો ઝડપાતો રેહતો હોઈ છે. ખાસ ગાંજા ની હેરાફેરી માં મુખ્યત્વે ઓરિસ્સાના ગંજામ નેટવર્ક બહાર આવતું હોય છે.

સુરતમાં શેરડીના ખેતરમાંથી ઝડપાયેલા મુદ્દામાલ જોઈ પોલીસ પણ ચોંકી, સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ

સંદીપ વસાવા/કામરેજ: સુરત જિલ્લામાં વધુ એક વાર ગાંજા હેરાફેરીની મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા એસ.ઓ.જી ગાંજાનો જથ્થો ઝડપી પાડી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 33 લાખથી વધુના ગાંજાના મુદ્દામાલ સાથે 2 આરોપીની ઝડપી પાડી 1 વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરત જિલ્લામાંથી અવાર નવાર મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થો ઝડપાતો રહેતો હોઈ છે. ખાસ સુરત જિલ્લા ના ઔદ્યોગિક અને પરપ્રાંતીય વિસ્તારમાં ગાંજોની હેરાફેરી અને વેંચાણ થતું હોવાની સામે આવતું હોય છે. ત્યારે વધુ એકવાર સુરત જિલ્લામાંથી મોટું ગાંજા હેરાફેરીનું નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં દેખાતા આ પ્લાસ્ટિકના કોથળાઓમાં કોઈ અનાજ કે રાશન નથી. 

પરંતુ આ કોથળાઓમાં નશીલો પદાર્થ મળી આવ્યો છે. કામરેજના પરબ ગામે આવેલ યોગેશ્વર સોસાયટી સામેમાં 100 મિટર દૂર શેરડીમાં ખેતરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ જ્યારે સ્થળ પર રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 5 નહી 10 નહી પરંતુ 334 કિલો જેટલો પ્લાસ્ટિકના કોથળા ભરેલ ગાંજો મળી આવ્યા હતા. જે ગાંજાની કિંમત 33 લાખ જેટલી આંકવામાં આવી હતી. 

સુરત જિલ્લો ગાંજો ની હેરાફેરી માટે હબ ગણાતું હોઈ તેમ અવારનવાર સુરત ગ્રામ્ય માંથી ગાંજો ઝડપાતો રેહતો હોઈ છે. ખાસ ગાંજા ની હેરાફેરી માં મુખ્યત્વે ઓરિસ્સાના ગંજામ નેટવર્ક બહાર આવતું હોય છે. તેમજ તેની હેરાફેરી માં પણ ઓરિસ્સા વાસીઓની સંડોળવી સામે આવતી હોઈ છે. પોલીસ તપાસમાં આ સમગ્ર ગાંજાનો જથ્થો સુરત શહેરના વેડરોડ કતારગામ ખાતે રહેતા એમ.જે. પ્રધાન નામન ઇસમે ઓરિસ્સાથી મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ગાંજાના મુદ્દામાલ સાથે મૂળ યુ.પી ના રહેવાસી અને હાલ સુરત કતારગામ ખાતે રહેતા 19 વર્ષીય સમય ગૌતમ, સુનિલ ગુપ્તાની ધરપકડ કરી હતી.

ખાસ સુરત ગ્રામ્યમાં ગાંજો જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા પોલીસે ગાંજો હેરાફેરીનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. અને 2 આરોપી ઝડપી પાડી 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news