લો બોલો! વડોદરામાં રજાના દિવસે પણ પાસપોર્ટ માટે એપાઈમેન્ટ અપાઈ, ઓફિસ બંધ જોઈ લોકોએ કર્યો હોબાળો

વડોદરામાં પાસપોર્ટ ઓફિસના પાપે સેંકડો અરજદારો અટવાયા. જાહેર રજા છતાં પાસપોર્ટ ઓફિસ દ્વારા અપોઈન્ટમેન્ટ અપાઈ. યોગ્ય વ્યવસ્થાના અભાવે રજાના દિવસે 500 અરજદારો આવી પહોંચ્યા

લો બોલો! વડોદરામાં રજાના દિવસે પણ પાસપોર્ટ માટે એપાઈમેન્ટ અપાઈ, ઓફિસ બંધ જોઈ લોકોએ કર્યો હોબાળો

હાર્દિક દિક્ષીત/વડોદરા: વડોદરામાં પાસપોર્ટ ઓફીસના પાપે આજે સેંકડો નાગરિકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. આજે જાહેર રજા હોવા છતાં અરજદારો ને અપોઇન્મેંટ આપી દેવાતાં અન્ય જિલ્લા માંથી આવેલા નાગરિકો ધક્કો પડ્યો હતો.જેના કારણે અરજદારો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજ્યમાં ઉનાળુ વેકેશન ની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં કેટલાક નાગરિકો પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરતા હોય છે ત્યારે વડોદરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ની એક ભૂલ ના કારણે નાગરિકો ના વિદેશ પ્રવાસ જવાના આયોજનો ખોરવાઈ ગયા છે.

સામાન્ય રીતે જો કોઈ નાગરિકે નવો પાસપોર્ટ કઢાવવો હોય તો તેના માટે ઓનલાઈન અપોઇન્મેન્ટ લેવી ફરજિયાત છે.‌ જો પાસપોર્ટ રીન્યુ કરાવવો હોય અથવા તો પાસપોર્ટ માં કોઈ ફેરફાર કરાવવો હોય તો તેના માટે પણ પાસપોર્ટ ઓફિસ ની અપોઈન્મેન્ટ લેવી અનિવાર્ય છે તેવામાં આજે વડોદરા પાસપોર્ટ ઓફીસ ના અણઘડ વહીવટ ના કારણે સેંકડો નાગરિકો ને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

મધ્ય ગુજરાત ની એક માત્ર પાસપોર્ટ ઓફીસ વડોદરા ખાતે આવેલી છે.જ્યાં રોજેરોજ મોટી સંખ્યા માં નાગરિકો પોતાના પાસપોર્ટ ને લગતા કામ માટે આવતા હોય છે.અહી આવેલા અંદાજિત 500 જેટલા અરજદારો ને પાસપોર્ટ ઓફીસ દ્વારા આજની ડેટ આપવામાં આવી હતી.અહી જ્યારે અરજદારો પોહોચ્યા ત્યારે પાસપોર્ટ ઓફિસ બંધ તેમજ ઓફિસ બહાર આંબેડકર જયંતિ ની જાહેર રજા હોવાની નોટીસ જોવા મળી હતી જેના કારણે નાગરિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

અહી આવેલા કેટલાક અરજદારો તો એવા હતા કે જેમણે વેકેશન માં પરિવાર સાથે વિદેશ પ્રવાસે જવા માટે પાસપોર્ટ રીન્યુ કરાવવાનો હોવાથી તત્કાલ મા અપોઈનમેન્ટ લીધી હતી તો વળી ખંભાત જિલ્લા માંથી આવેલા એક મહિલા અરજદાર તો એવા હતા કે જેમણે વિદેશ માં રેહતા પોતાના પતિ પાસે જવા માટે ફાઈલ મૂકવાની હતી.આ તમામ અરજદારો એવા હતા કે જેમણે પાસપોર્ટ ઓફીસ દ્વારા જાહેર રજા ના દિવસે અપોઇનમેન્ટ આપવામાં આવી હતી.ગાંધીનગર થી આવેલા એક મહિલા અરજદાર પોતાના બાળકો સાથે વડોદરા પાસપોર્ટ ઓફિસ ખાતે આવ્યા હતા ત્યારે પાસપોર્ટ ઓફીસ દ્વારા આજે જાહેર રજા હોવાના કારણે ફરી અપોઈન્મેંટ લેવા માટે સૂચના આપવામાં આવી હતી,જો કોઈ ફરીથી અરજી કરે તો તેને એક મહિના બાદ ની ડેટ આપવામાં આવી રહી છે.જેના કારણે નાગરિકો ને આર્થિક તેમજ માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.

જોકે પાસપોર્ટ ઓફિસ દ્વારા એપોઇન્ટમેન્ટ કેન્સલ થયા હોવાની જાણ મોડી રાત્રે એસએમએસ દ્વારા કરવામાં આવી હતી જે એસએમએસ અરજદારો એ ન જોતા તેમને આજે ધરમ ધક્કો ખાવાનો વખત આવ્યો હતો પાસપોર્ટ ઓફીસ દ્વારા આટલી મોટી સંખ્યામાં અરજદારો ને આજની અપોઇન્મેંટ કેમ આપવામાં આવી અને ત્યારબાદ મોડી રાત્રે અચાનક કેન્સલ ના મેસેજ કેમ મોકલવામાં આવ્યા તે એક મોટો સવાલ છે.ત્યારે અહી આવેલા અરજદાર એ જણાવ્યું હતું કે જો એપોઇન્ટમેન્ટ કેન્સલ ના મેસેજ એક દિવસ પહેલા મળ્યા હોત તો અમારે આટલે દૂરથી ધક્કો ખાવાનો વખત ન આવત આ પાસપોર્ટ વિભાગની ગંભીર બેદરકારી ગણી શકાય,રનીંગ દિવસમાં જ તમામ અરજદારો ને સમાવી લેવાય તેવી અરજદારો એ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ ઓફીસ ની એક ભૂલ ના કારણે અહી આજે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા ત્યારે કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુ થી અહી પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news