ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર; હવેથી ASIની સીધી ભરતી રદ, નિયમમાં ફેરફાર

ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે. જી હા...હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે.

ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર; હવેથી ASIની સીધી ભરતી રદ, નિયમમાં ફેરફાર

Gujarat Police: ગુજરાત પોલીસ ખાતાની સૌથી મોટી ખબર સામે આવી રહી છે. પોલીસ ભરતીની તૈયારી કરનાર માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે. જી હા...હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા નથી. પરંતુ સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે. 

બઢતીથી ભરાશે ખાલી જગ્યા 
ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી ASI (વર્ગ 3) સંવર્ગની સીધી ભરતી રદ કરવામાં આવી છે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આવેલ છે. 

No description available.

30 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાશે કાર્યવાહી
રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જિલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30/08/2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.

તમામ રેન્જ વડાને આદેશ
તમામ રેન્જ વડાઓએ તેઓના તાબા હેઠળના જિલ્લા/યુનિટની કચેરી ખાતે સદર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરાવવા તેમજ કાર્યવાહી પૂર્ણ થયેથી સંબંધિત રેન્જ હસ્તકના જિલ્લા/યુનિટ દ્વારા કરેલ કાર્યવાહીનો સંયુક્ત અહેવાલ સમયમર્યાદામાં અત્રે મોકલી આપવાનો રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news