₹5.65 લાખની કાર પર આવી ગયું 90,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, માઇલેજ 28km,જાણો વિગત

ભારતીય ગ્રાહકો વચ્ચે હેચબેક સેગમેન્ટની કાર જબરદસ્ત પોપુલર છે. આ સેગમેન્ટમાં મારૂતિ સુઝુકી વેગનઆર, બલેનો, અલ્ટો, ટાટા ટિયાગો અને સિલેરિયો જેવી કારને ગ્રાહકો ખુબ પસંદ કરે છે. 

₹5.65 લાખની કાર પર આવી ગયું 90,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, માઇલેજ  28km,જાણો વિગત

નવી દિલ્હીઃ તમે પણ આગામી થોડા દિવસોમાં નવી હેચબેક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. મહત્વનું છે કે ભારતીય ગ્રાહકો વચ્ચે હેચબેક સેગમેન્ટની કારો જબરદસ્ત પોપુલર છે. આ સેગમેન્ટમાં મારૂતિ સુઝુકીની વેગનઆર, બલેનો, અલ્ટો, ટાટા ટિયાગો અને સિલેરિયો જેવી કારોને ગ્રાહકો ખુબ પસંદ કરે છે. હકીકતમાં દિગ્ગજ કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે પોતાની પોપુલર હેચબેક ટિયાગો પર ઓગસ્ટ મહિના દરમિયાન બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.  જો તમે પણ ટાટા ટિયાગોને ઓગસ્ટ 2024 દરમિયાન ખરીદો છો તો 90 હજાર સુધીની છૂટ મેળવી શકો છો. આ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ છૂટ પણ સામેલ છે. મહત્વનું છે કે આ ડિસ્કાઉન્ટ MY 2023 ટાટા ટિયાગો પર વેલિડ છે. ગ્રાહક ડિસ્કાઉન્ટની વધુ જાણકારી માટે તમે નજીતના ડીલર સાથે સંપર્ક કરી શકો છો. આવો જાણીએ ટાટા ટિયાગોના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે...

આટલી છે ટાટા ટિયાગોની કિંમત
મહત્વનું છે કે ટાટા ટિયાગોના ઈન્ટીરિયરમાં ગ્રાહકોને 7.0 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોયડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય સેફ્ટી માટે કારમાં ડુઅલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર અને એબીએસ ટેક્નોલોજી જેવા ફીચર્સ હાજર છે. ટાટા ટિયાગોનો માર્કેટમાં મુકાબલો મારૂતિ સુઝુકી સિલેરિયો અને વેગનઆર જેવી કારો સાથે થાય છે. ટાટા ટિયાગોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.65 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 8.90 લાખ રૂપિયા સુધી જાય છે. 

કારનું પાવરટ્રેન
જો પાવરટ્રેનની વાત કરીએ તો ટાટા ટિયાગોમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 86bhp નો લઘુત્તમ પાવર અને 113Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય કારમાં સીએનજી ઓપ્શન આપવામાં આવ્યો છે, જે 73.5bhp ના મહત્તમ પાવર અને  95Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કંપનીના બંને એન્જિનને 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે. કંપની કારના પેટ્રોલ મેનુઅલ પર 20.1 kmph,પેટ્રોલ ઓટોમેટિક પર  19.43 kmph,સીએનજી મેનુઅલ પર 26.49 kmph જ્યારે સીએનજી ઓટોમેટિક પર  28.06 kmph માઇલેજ આપવાનો દાવો કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news