અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો! ભારતીય અંગદાન દિવસે ગુજરાતને કુલ 6 એવોર્ડ, સિવિલમાં અનોખી ઉજવણી!

ભારતીય અંગદાન દિવસે ભારત સરકાર ના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ. નેશનલ ઓર્ગન ડોનેશન ડે ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલનો એવોર્ડ

અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો! ભારતીય અંગદાન દિવસે ગુજરાતને કુલ 6 એવોર્ડ, સિવિલમાં અનોખી ઉજવણી!

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષથી ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. જેના પરિણામ સ્વરૂપ ૩ ઓગસ્ટના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ એવોર્ડ કાર્યક્રમમાં ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં રાજ્ય કક્ષાનાં આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલનાં હસ્તે તેમજ નીતી આયોગનાં સભ્ય ડો.વિનોદ પોલ, અપૂર્વ ચંદ્રા, સેક્રેટરી હેલ્થ, ભારત સરકાર અને ડો. અતુલ ગોયલ, DGHS, ભારત સરકારની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યને વિવિઘ કેટેગરીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલ મોદીને Exemplary Performance in Transplant માટેનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કીડની હોસ્પિટલ ના જ ડો.વિવેક કુટેને દેશનાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વિશ્વ પટલ ઉપર પ્રસિદ્ધિ અપાવવા બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરતની ડોનેટ લાઇફ NGO સંસ્થાને બેસ્ટ સપોર્ટીગ એનજીઓ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અંગોની પ્રતિક્ષામાં મૃત્યુની રાહ જોતાં ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને વહેલામાં વહેલા ઓર્ગન મળી રહે તે માટે રાજ્યમાં વધારેમાં વધારે ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર તેમજ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ છે.

નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિ્તે સિવિલ હોસ્પિટલ અને મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલોમાં વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1000 કરતા વઘારે લોકોએ સિવિલ મેડીસીટી કેમ્પસમાં અંગદાનની શપથ લીધી હતી. રાજ્યમાં એક જ દિવસમાં બે હજાર કરતા વધારે લોકોએ અંગદાનની શપથ લીધી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, આજે ૩જી ઓગષ્ટ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિતે મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલોમાં ઓર્ગન ડોનેશન પ્લેજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ અને અન્ય લોકોએ ભાગ લઈ અંગદાનની શપથ લીધી હતી. 

આ પ્રસંગે આરોગ્ય વિભાગનાં તબીબી શિક્ષણ નાં ઇન્ચાર્જ અધિક નિયામક ડો. મીનાક્ષી પરીખ, ડીન ડો હંસા ગોસ્વામી, સિવિલ હોસ્પિટલ ના અધિક તબીબી અધિક્ષક ડો. રજનીશ પટેલ, અધિક ડીન ડો ધર્મેશ પટેલ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત રહ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news