ભાણવડ, ઓખા અને થરા પાલિકાનું આજે જાહેર થશે પરિણામ, કોણ મારશે બાજી?

આજે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Corporation Election) સાથે બનાસકાંઠાની થરા (Thara), દેવભૂમિ દ્વારકાની ભાણવડ (Bhanvad) અને ઓખા (Okha) નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થશે

ભાણવડ, ઓખા અને થરા પાલિકાનું આજે જાહેર થશે પરિણામ, કોણ મારશે બાજી?

ઝી મીડિયા બ્યૂરો: આજે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Corporation Election) સાથે બનાસકાંઠાની થરા (Thara), દેવભૂમિ દ્વારકાની ભાણવડ (Bhanvad) અને ઓખા (Okha) નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થશે. ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડનું પરિણામ જાહેર થશે. થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

ગાંધીનગર, થરા અને ભાણવડ નગરપાલિકાનું આજે ચૂંટણી પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિમહત્વપૂર્ણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષ સાંસદ રહ્યા હતા.

અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગરના સાંસદ રહ્યા છે. ત્યારે પાટનગર હોવા છતાં અહીંયા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ મજબુત જોવા મળી રહી છે. કોંગ્રેસ આ વખતે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા મેદાને છે. 17 ગામડાઓનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. ગામડાઓનો સમાવેશ થતાં સામાજિક સમીકરણો મહત્વના સાબિત થઈ શકે છે. સુરત બાદ ગાંધીનગરમાં પગપેસારો કરવા આપ પણ મેદાનમાં આવ્યું છે. AAP પણ પોતાનું ભવિષ્ય બચાવવા ધમપછાડા કરી રહ્યું છે.

તો બીજી તરફ બનાસકાંઠાની થરા પાલિકાનું પરિણામ પણ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે થરા પાલિકાના 5 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે 5 વોર્ડના 48 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. થરા પાલિકાની કાંકરેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. આ સાથે દેવભૂમિ દ્વારકાની 2ની બેઠકનું પરિણામ પણ જાહેર થવાનું છે. ભાણવડ અને ઓખા પાલિકાનું આજે પરિણામ જાહેર થશે. ભાણવડના 6 વોર્ડની 24 બેઠક અને ઓખા પાલિકાના 9 વોર્ડની 36 બેઠકનું પરિણામ આવશે. ઓખા પાલિકાની 2 બેઠક બિનહરીફ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news