ભાજપને આંચકો: હાઇકોર્ટે તલાલાના MLA તરીકે ભગા બારડને બહાલ કર્યા

ભગા બારડ પર ચાલી રહેલા ખનીજ ચોરીના કેસના ચુકાદા બાદ તેમનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું

ભાજપને આંચકો: હાઇકોર્ટે તલાલાના MLA તરીકે ભગા બારડને બહાલ કર્યા

અમદાવાદ : કોંગ્રેસના તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડનું (ભગા બારડ) ધારાસભ્યપદ રદ્દ કરવાનાં સરકારનાં નિર્ણયને હાઇકોર્ટે પલટાવી દીધો છે. આ ચુકાદાને કારણે વિધાનસભામાં ભગા બારડનું સભ્યપદ યથાવત્ત રહેશે. સુત્રાપાડા કોર્ટ 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષ ભગાબારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેના પગલે ચૂંટણી પંચે તલાલા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી હતી. જેની સામે ભગા બારડેહ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

હિંમતનગરની હાથમતી નદીમાં અજાણ્યો યુવાનનું ડુબવાથી મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગા બારડ પર સુત્રાપાડાની કોર્ટમાં 1995માં ખનીજ ચોરીનો કેસ ચાલી રહ્યો હતો. જેનો ચુકાદો આપતા કોર્ટે 2 વર્ષ 9 માસની સજા ફટકારી હતી. જો કે આ સજાના હુકમ સામે ભગા બારડે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અરજીને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જેની સુનાવણી બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. ભગાબારડનું સભ્યપદ યથાવત્ત રાખ્યું હતું. જેના કારણે કોંગ્રેસનાં ધારાસભ્યોમાં એક સભ્યનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને 3 નવા ધારાસભ્યો મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news