ગુજરાત : બેટી બચાવો, બેટી પઢાઓની ગુલબાંગો વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો ભયજનક સ્તરે પહોંચ્યો
બેટી બચાઓ બેટી પઢાઓ ્અભિયાનની સફળતાના દાવાઓ વચ્ચે માનવ સંસાધન મંત્રાલયના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા
Trending Photos
અમદાવાદ : સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામા આવી રહ્યો છે. જો કોઇ યુવતી ભણવા ઇચ્છે તો તેના માટે સરકાર અલાયદી વ્યવસ્થા પણ કરતી હોય છે. તમામ પ્રયાસો છતા પણ ડ્રોપ આઉટ રેશિયો ઘટવાને બદલે વધ્યો છે. હાલમાં જ આવેલા નેશનલ હેલ્થ પ્રોફાઇલ દ્વારા એક સર્વેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા નામના આ સર્વેમાં બહાર આવ્યું કે, માત્ર 43 ટકા બાળકો જ ધોરણ 11 ધોરણ બાદ ભણવા માટે આગળ વધી શકે છે. ધોરણ 11 સુધીમાં તો 59 ટકા યુવતીઓ અભ્યાસ છોદી દે છે. ગુજરાતમાંથી દર 10માંથી 6 કિશોરીઓ 10 ધોરણ બાદ અભ્યાસ છોડી દે છે.
રિપોર્ટ અંગે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, શિક્ષણ સુધારાના મોટા મોટા દાવાઓ વચ્ચે ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણના પોકળ દાવાઓ વચ્ચે આ અહેવાલ ભાજપ સરકાર સામે અરીસો ધરે છે. છોકરીઓ આજે પણ મોટા પ્રમાણમાં શાળા બાદ અભ્યાસ છોડવા માટે મજબુર છે. ધોર 1માં 97.11 ટકા છોકરીઓનાં પ્રવેશનાં સરકારના દાવા સામે 9 11 સુધી પહોંચતા આ આંકડો ઘટતો જાય છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલના અહેવાલ અનુસાર 41.5 ટકા યુવતીઓ જ 11મા ધોરણ સુધી પહોંચે છે. 97.11 ટકા છોકરીઓએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોય છે તે 11માં સુધી પહોંચતા સુધીમાં 41.9 ટકા સુધી પહોંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે