Balvatika 2023: બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરનાર ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો બાળકોને શું ભણાવશે શિક્ષકો

Balvatika 2023 :રાજ્યમાં આ વર્ષે નવી શિક્ષણનીતિ અંતર્ગત પાઠ્યપુસ્તકો તૈયાર કરાયો છે. દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં બાલવાટિકાનો પ્રયોગ થઈ રહ્યો છે. બાલ વાટિકા પણ સેમેસ્ટર સિસ્ટમ દ્વારા બાળકોને ભણાવશે.

Balvatika 2023: બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરનાર ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો બાળકોને શું ભણાવશે શિક્ષકો

ઝી બ્યુરો/ગાંધીનગર: 12 જૂનથી ગુજરાતમાં નવા શિક્ષણ ક્ષેત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ વખત 9,77,515 જેટલા બાળકો બાલવાટિકામાં અભ્યાસ કરશે. બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ખાસ અભ્યાસ ક્રમ પણ તૈયાર કરાયો છે. નવા સત્ર પહેલાં વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચી જશે. 

રાજ્યમાં આ વર્ષે નવી શિક્ષણનીતિ અંતર્ગત પાઠ્યપુસ્તકો તૈયાર કરાયો છે. દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં બાલવાટિકાનો પ્રયોગ થઈ રહ્યો છે. બાલ વાટિકા પણ સેમેસ્ટર સિસ્ટમ દ્વારા બાળકોને ભણાવશે. બાલ વાટિકા માટે ખાસ પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. બાલ વાટિકાના બે પુસ્તક દ્વારા સમગ્ર વર્ષ બાળકોને ભણાવવામાં આવશે. 

જુનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ સુધી બાલ વાટિકા ચાલશે. બાલ વાટિકાના પુસ્તકોમાં બાળકોને આંગણવાડીથી પહેલા ધોરણ સુધી બ્રિજ આ પુસ્તકો બનશે. બાલવાટિકામાં શિક્ષણ બાળકોને કેવી રીતે આપવું તેના માટે પણ શિક્ષકો માટે અલગથી પુસ્તક તૈયાર કરાયું છે. રાજ્યમાં પ્રથમ વખત નવા શૈક્ષણિક સત્ર પહેલા તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 

શું હશે બાલવાટિકાના અભ્યાસક્રમમાં?
બાલવાટિકા અભ્યાસની વાત કરવામાં આવે તો તેમાં બાળકોને ચિત્રના માધ્યમથી ફળ, ફૂલ, પશુઓ અને પક્ષીઓને ઓળખવા ચિત્રોમાં રંગ પુરવા આંકડાઓને ઘુંટવા અને લખવાનું શિક્ષણ આપવામાં આવશે. પુસ્તકની અંદર શિક્ષકોને બાળકોને કઈ રીતે ભણાવવા તે બાબતની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

બાલવાટિકાના અભ્યાસક્રમમાં સેમેસ્ટર સિસ્ટમ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી માહિતી અને છપાયેલા પુસ્તક મુજબ બાળવાટિકામાં પણ સેમેસ્ટર પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ સેમેસ્ટર જૂન મહિનાથી ડિસેમ્બર સુધીનું હશે અને ત્યારબાદ બીજું સેમેસ્ટર ડિસેમ્બરથી એપ્રિલ મહિના સુધીનું રહેશે, જ્યારે ધોરણમાં 1માં બાળક પ્રવેશે તે પહેલાં તમામ પશુ પક્ષી, કલર, અક્ષરો લખતા આવડે તે રીતનું શિક્ષણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 12 જૂનથી ગુજરાતમાં નવા શિક્ષણ ક્ષેત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ વખત 9,77,515 જેટલા બાળકો બાલવાટિકામાં અભ્યાસ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news