80 લાખ અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, હજી નથી વિકસી હર્ડ ઈમ્યુનિટી...

અમદાવાદ મહાનગર પાલિકાએ કરેલા સર્વેમાં આ ચિંતાજનક ખુલાસો થયો છે. AMCના સરવે પ્રમાણે અમદાવાદના પ્રત્યેક 100 લોકોમાંથી હજુ પણ 23.34 ટકા લોકોમાં જ હર્ડ ઈમ્યુનિટી વિકસી શકી છે

80 લાખ અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, હજી નથી વિકસી હર્ડ ઈમ્યુનિટી...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરના 80 લાખ લોકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના લોકોમાં હજુ પણ હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી. અમદાવાદ મહાનગર પાલિકાએ કરેલા સર્વેમાં આ ચિંતાજનક ખુલાસો થયો છે. AMCના સરવે પ્રમાણે અમદાવાદના પ્રત્યેક 100 લોકોમાંથી હજુ પણ 23.34 ટકા લોકોમાં જ હર્ડ ઈમ્યુનિટી વિકસી શકી છે. હર્ડ ઈમ્યુનિટીનો મતલબ છે કેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને હવે તેમના પર કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો નથી. દોઢ મહિના પહેલાં અમદાવાદના પ્રત્યેક 100 લોકોમાંથી 17.61 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થયેલી હતી. જેમાં દોઢ મહિના પછી માત્ર 5.5 ટકા વધારો થયો છે.

પાટીલનું મિશન ઉત્તર ગુજરાત શરૂ, અંબાજી દર્શન કરીને પ્રવાસના શ્રીગણેશ કર્યા  
 
ચિંતાની ખબર બીજી પણ છે. અમદાવાદમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થયા અને તેમણે કોરોના વાયરસને માત આપી તેમનામાં હવે એન્ટીબોડી લુપ્ત થઈ રહ્યા છે. કોરોનાને હરાવીને ઘરે પાછા ફરનારા દર્દીઓના સાજા થવા પાછળ એન્ટી બોડીનો ફાળો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. એના કારણે જ તેઓ સાજા થઈ શકે છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે તેમાંથી 40 ટકા લોકોમાં એન્ટી બોડી લુપ્ત થઈ રહી છે. એટલે કે આવા લોકો ફરીથી કોરોના વાયરસનો ભોગ બની શકે છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે એન્ટી બોડી ધરાવતા લોકોને કોરોના બીજી વખત થઈ શકતો નથી. પરંતુ આ માન્યતા AMCના સર્વેમાં ખોટી પડી છે.

અમદાવાદના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ આ વિશે જણાવ્યું કે, અમદાવાદ હજીપણ કોરોના અંગે હર્ડ ઇમ્યુનિટી વિકસી નથી. Amc ના નવા સરવેમાં આ ટકાવારી 23.34% જોવા મળી છે. 10000 લોકોનો સર્વે હાથ ધરવામા આવ્યો હતો. અગાઉના સરવેમાં આ ટકાવારી 17.61 % હતી. દોઢ મહિનામાં ફક્ત 5.5% નો વધારો થયો છે. એન્ટીબોડી સરવેમા પણ 40 ટકા લોકોને એન્ટીબોડી લુપ્ત થયાનું સામે આવ્યું છે. આવા લોકોને ભવિષ્યમાં કોરોનાનો ખતરો થઈ પણ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news