10 august news News

દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે. 
Aug 10,2020, 15:51 PM IST
ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ
ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 
Aug 10,2020, 13:47 PM IST
શ્રેય હોસ્પિટલ આગકાંડનો રિપોર્ટ આજે આવશે કે નહિ? અધિકારીઓએ મૌન પાળ્યું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની કરુણાંતિકા મામલે તપાસનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી શકે છે. જોકે તપાસ રિપોર્ટ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીનું ભેદી મૌન જોવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો કે નહીં તે સંદર્ભે કોઈ કશું બોલવા તૈયાર નથી. કર્મયોગી ભવનમાં ગૃહ વિભાગના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રિપોર્ટ સોંપ્યો કે નહીં તેની ઉપર પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે વહીવટી તંત્ર કામ કરી રહ્યો હોય તે રીતે બંને ઉચ્ચ અધિકારીઓએ ભેદી મૌન જાળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ મુખ્યમંત્રીએ તપાસ કરી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. આજે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ અધિકારીઓ કાંઈ જ બોલવા માટે તૈયાર નથી. 
Aug 10,2020, 13:12 PM IST

Trending news