એકસાથે 15 મુસાફરોનું સ્ક્રીનિંગ કરતું મશીન સુરત રેલવે સ્ટેશન પર ઈન્સ્ટોલ કરાયું
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરત રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ઓટોમેટિક થર્મલ કેમેરા સ્ક્રેનિંગ ઇમેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમની કમાલ એ છે કે, તે એક જ સમયે 15થી વધુ યાત્રીઓનું સ્ક્રીનીંગ કરે છે. જો યાત્રીનું ટેમરેચર વધારે રહેશે તો એલાર્મ વાગવાની સિસ્ટમ પણ અંદર છે. મુંબઇ ટર્મિનલ અને બાન્દ્રા બાદ સુરતમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ છે.
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
સુરત રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાયા બાદ મુસાફરોનો ઘસારો વધ્યો છે. લોકડાઉન લાગ્યા બાદથી જ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો વધી ગયા હતા. શ્રમિકોને સૌથી પહેલા તેમના વતન મોકલાયા હતા. તેથી સુરત સ્ટેશન પર અવરજવર કરતા તમામ મુસાફરોનું ઓટોમેટિક થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ઓટોમેટિક થર્મલ સ્ક્રીનીંગ મશીન એકસાથે પંદર જેટલા મુસાફરોનું સ્ક્રીનીંગ કરે છે. જે મુસાફરોનું ટેમ્પરેચર સ્ટેશન પર મુકવામાં આવેલ થર્મલ સ્ક્રીનીંગ એલઇડી સ્ક્રીન પર એકસાથે બતાવે છે. અને જો કોઈ મુસાફરનું ટેમ્પરેચર સામાન્યથી વધુ જણાય તો લાલ રંગના ચિન્હ સાથે એક બેલ વાગે છે. જ્યાં મોનિટરીંગ કરતા આરપીએફના જવાનો અને મેડિકલ ટીમને આ બાબતની જાણ થઈ જાય છે. અત્યાધુનિક ઓટોમેટિક આ થર્મલ સ્ક્રીનીંગ મશીન સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ છે અને તેમાં ટેમ્પરેચર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે.
Coronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે