12 જૂનના સમાચાર News

75 દિવસ બાદ ખૂલેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રવેશવુ હશે તો આ નિયમ પાળવો પડશે
અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ના દરવાજા ખૂલ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરવા માટે ભક્તો ઉતાવળા છે. પહેલા દિવસે દરવાજા ખૂલતા જ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં હતા. ત્યારે અંબાજી મંદિરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નું ખાસ ધ્યાનમાં રાખવામાં આવનાર છે. આજથી અંબાજી મંદિર ખોલવાનું હોઈ ગઈકાલે જિલ્લા કલેક્ટરે મુલાકાત લઇ સુરક્ષા અને યાત્રાળુઓની વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ હતું. તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા લઇ યોગ્ય આયોજન કરવામા આવ્યું છે. તો સાથે જ  વ્યવસ્થામા તમામ યાત્રાળુઓએ સહકાર આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ભક્તોને જે સમય આપવામાં આવ્યો છે, તે સમયમાં જ ભક્તો શક્તિપીઠમાં દર્શન કરી શકશે. 
Jun 12,2020, 16:04 PM IST
જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ
Jun 12,2020, 14:35 PM IST
જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ
ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે. 
Jun 12,2020, 13:02 PM IST
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવી ટ્વિટ કરનાર ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha) ને જવાબ આપવામાં ગુજરાતની જનતા સક્ષમ છે. આ સ્ટેટમેન્ટ પોલિટિકલ છે, વિવાદિત વાતો કરવી એ ગુહાની આદત છે. પણ, હકીકતમાં ગુજરાતનો ઈતિહાસ એટલો સમૃદ્ધ છે કે તેને સમજવામાં રામચંદ્ર ગુહા ટૂંકા પડ્યા છે. ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધતા સમજવામાં રામચંદ્ર ગુહા કાચા પડ્યા છે. એટલે જ #GuhaDividesIndia હેશટેગ પર લોકોએ રામચંદ્ર ગુહાને સણસણતા જવાબ આપ્યા છે. આ જવાબો આપનારાઓમાં બિનગુજરાતીઓ પણ હતા. તેનું કારણ એક જ છે કે, ગુજરાત એવુ રાજ્ય છે, જેણે અન્ય રાજ્યોના લોકોને પણ પોતાનામાં સમાવ્યા છે. જે પ્રજાએ પારસીઓને આશરો આપ્યો હતો, તે જ તેની સંસ્કૃતિ બતાવે છે. ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી. 
Jun 12,2020, 9:41 AM IST
વડોદરામાં આજથી 32 શાક માર્કેટ ખૂલશે, પહેલા દિવસે જ ખંડેરાવ માર્કેટના 13 વેપારી દંડાય
Jun 12,2020, 8:25 AM IST

Trending news