ઉચ્ચ પોલીસ અધિકારીને પ્રેમિકાએ કહ્યું, હવે નાની કચ્ચી કલી મળી ગઇ એટલે મારામાં રસ જ નથી રહ્યો અને...

શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી અને તેની પ્રેમિકા વચ્ચેની ઓડિયો ક્લિપ હાલ વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ તો આ ઓડિયોનાં કારણે પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં વર્ષો સુધી નોકરી કર્યા બાદ પ્રમોશન મળતા તેઓ બઢતી સાથે બદલી લઇને વડોદરા ગયા હતા. જો કે હાલ તો તેમની ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં પ્રેમિકા અને પત્નીનો પણ ઉલ્લેખ થાય છે. આ ઓડિયો ક્લિપ અધિકારીની પ્રેમિકાએ જ વાયરલ કરી હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. 
ઉચ્ચ પોલીસ અધિકારીને પ્રેમિકાએ કહ્યું, હવે નાની કચ્ચી કલી મળી ગઇ એટલે મારામાં રસ જ નથી રહ્યો અને...

વડોદરા : શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી અને તેની પ્રેમિકા વચ્ચેની ઓડિયો ક્લિપ હાલ વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ તો આ ઓડિયોનાં કારણે પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં વર્ષો સુધી નોકરી કર્યા બાદ પ્રમોશન મળતા તેઓ બઢતી સાથે બદલી લઇને વડોદરા ગયા હતા. જો કે હાલ તો તેમની ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં પ્રેમિકા અને પત્નીનો પણ ઉલ્લેખ થાય છે. આ ઓડિયો ક્લિપ અધિકારીની પ્રેમિકાએ જ વાયરલ કરી હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. 

હાલ તો આ અધિકારીના રંગીન સ્વભાવના કારણે પોલીસ બેડામાં સોપો પડી ચુક્યો છે. 4 ઓડિયો ક્લિપમાં પહેલી 5 મિનિટ અને 11 સેકન્ડની છે, બીજી 43 મિનિટ અને 46 સેકન્ડ, ત્રીજી 1 મિનિટ 28 સેકન્ડ અને ચોથી 3 મિનિટ અને 50 સેકન્ડની છે. આ વિવિધ ઓડિયો ક્લિપ્સમાં અધિકારી પોતે જ આ મહિલા સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની અને બંન્ને વર્ષોથી સંબંધમાં હોવાનું માની રહ્યા છે. દરમિયાન આ પ્રેમિકા એવો પણ બળાપો કાઢે છે કે નાની ઉંમરની છોકરી મળી ગઇ છે એટલે હવે મારામાંથી રસ ઉડી ગયો છે. મને મળવા માટે તૈયાર નથી તેવો બળાપો પણ વ્યક્ત કરે છે. અધિકારી આડકતરી રીતે હા હા કરીને વાત કાપવાનો પ્રયાસ કરે છે. 

આ મહિલા હવે પત્ની માટે સમય છે અને મારો વર્ષો સુધી ઉપયોગ કર્યો હવે મારી યાદ જ નથી આવતી તેવો રોષ ઠાલવે છે. જેના જવાબમાં અધિકારી કાંઇ બોલી શકતો નથી. હાલમાં તો આ મહિલાએ તેનું શોષણ થતું હોવાની અરજી રાજ્યના પોલીસવડાને કરતા પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી છે. ઓડિયો ક્લિપ સાંભળતા અધિકારીને પત્ની ઉપરાંત અમદાવાદમાં બે સ્ત્રી મિત્રો હોવાનું પણ ઓડ્યિ કલ્પિ પરથી સ્પષ્ટ થાય છે. 

પોલીસ અધિકારીની ક્લિપનો ઓડિયો સંવાદ...

  • અધિકારી: બોલ
  • મહિલા: હલો ..હલ્લો
  • અધિકારી: બોલને
  • મહિલા: તમે આવી રીતે વાત કરો છો ને એ મને નથી ગમતું હ. હું શાંતિથી રહું છુ, બધું સારી રીતે કરું છું, તમે કહો એવું બધું કરું છું, તોય કદી... ખબર નઈ આ તો એવું લાગે છે, તમે આવી રીતે કરી કરીને ટાઈમ પાસ કરો છો અને દિવસો કાઢો છો. તમે આમ કરી કરીને મને દૂર કરી દેતા હોય એવું લાગે છે.
  • અધિકારી: એવું કંઈ ના હોય અને અહીં રાતના કામમાં લાગેલા છે. ફોનની બેટરી ઓછી છે. અહીં મારા અધિકારીઓ પણ આયા છે. મીડિયાવાળા પણ બધા મારી આજુબાજુ હોય અને હું તારી જોડે ચોંટી રહું તો કેવું લાગે?
  • મહિલા: પણ વાત તો કરી શકાય ને?
  • અધિકારી:અહીં આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે વાત પણ કરું? મારા ઉપલા અધિકારીઓ પણ અહીં હાજર છે તેમને કેવું લાગે? હું તો તને પ્રેમથી જ કહું છું શાંતિથી જ કહું છું, બીજા કોઈ સેન્સથી નથી કહેતો, ખ્યાલ આયો?
  • મહિલા: સારું ત્યારે સોમવારે ખરું ને? પાકુંને?
  • અધિકારી: પણ સોમવારે શાંતિથી જ કરજો હ, મને તો બીક જ બહુ લાગે છે.
  • મહિલા: પાછું મને પહેલાં જેવું બધું બોલવાનું ચાલુ કરી દેશે, એટલે મને ઝાલ્યું નથી રહેવાતું. એટલે મને એમ થાય કે દરરોજ વાત થાય ને તો મને એવું કંઈ બોલે જ નઈ.
  • અધિકારી: ના એવું કંઈ નથી.
  • મહિલા: એટલે કાલે આવવાના છે કે નથી આવવાના?
  • અધિકારી: કાલનો તેમને ઉજાગરો છે, કાલે શી પરિસ્થિતિ હશે એ મને હમણાં ખબર નથી, એટલે હું તને કહું છું
  • મહિલા: હા, વાંધો નહિ. તમ તમારે કહેશો ઈમ...
  • અધિકારી: હા ચાલો.
  • મહિલા: પણ તમે શાંતિથી કરજો પછી પહેલાં જેવું ના બોલતા કે મને હવે તારી જરૂર નથી. ચાર દિવસે મળીયે તો શાંતિ રાખજો. એવું બધું કંઈ નઈ કરતા, કહી દઉં છું.
  • અધિકારી: સારું હ... શાંતિથી બસ? ઓકે?

દ્રારકા નગરીથી મહિલાને બોલાવી ગઢડામાં ચાલતું હતું સેક્સ રેકેટ, 3 ની ધરપકડ

બીજી ઓડિયો ક્લિપનો સંવાદ...

  • અધિકારી: બોલ શું કહે છે?
  • મહિલા: ફ્રી થયા હવે...
  • અધિકારી: હા, બોલ.
  • મહિલા: તમે કેમ મારી સાથે આવું કરો છો? મૂડ હોય ત્યારે વાત કરો છો અને ના હોય તો બૂમબરાડા કરો છો?
  • અધિકારી: પણ કોઈ કારણ હોય, કોઈ કામ હોય અને તું વાત કરે તો ઠીક છે, ખાલી ખાલી ફોન કર્યા કરે એ કેવી રીતે ચાલે?
  • મહિલા: તો શું કરું? મને ચિંતા થાય છે. દવા લીધી? જમ્યા? કંઈ ખાધું?
  • અધિકારી: હા, ખાધું. તું ઉપવાસ કરે છે પણ પહેલા શરીર સાચવવાનું, તારું ધ્યાન રાખજે.
  • મહિલા: મને લાગે છે આવું કરીને તમારી ઈચ્છા એવી છે કે હું તમને ભૂલી જાવ, છોડી દઉં પણ હું તને ભૂલવાની નથી. આપડે વર્ષો સુધી સાથે રહ્યાં એ બધું કેવી રીતે ભૂલી શકાય?
  • અધિકારી: ચાલ, ફોન હવે મૂક. જૂન મહિના સુધી રાહ જો, પછી બધું સારું અને પહેલાં જેવું થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news