સુરતમાં બંદૂકની અણી અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ, ઘટના CCTV કેમેરામાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ થયો હતો. લૂંટારૂઓએ રેકી કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે, લૂંટારૂઓ લૂંટ કરવામાં સફળ રહ્યા નહોતા. ભાગવા જતાં ત્રણમાંથી એક લૂંટારૂ પડી જતાં ઝડપાઈ ગયો હતો.

સુરતમાં બંદૂકની અણી અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ, ઘટના CCTV કેમેરામાં કેદ

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં લૂંટારાઓ બેફામ બન્યા છે રાત્રે અડાજણમાં લૂંટ તો દિવસે ઉધના વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરાયો છે. બંદૂક બતાવી અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટ કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન પોલીસ આવી જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જયારે સીસીટીવીના આધારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ થયો હતો. લૂંટારૂઓએ રેકી કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે, લૂંટારૂઓ લૂંટ કરવામાં સફળ રહ્યા નહોતા. ભાગવા જતાં ત્રણમાંથી એક લૂંટારૂ પડી જતાં ઝડપાઈ ગયો હતો. સમગ્ર લૂંટને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધનામાં ધોળા દિવસે ફરી લૂંટનો પ્રયાસ થયો હતો. આંગડિયા પેઢીમાં લૂંટના પ્રયાસની ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સ લૂંટ કરવા આવ્યા હતાં. બંદૂકની અણીએ હુમલો કરી આંગડિયા પેઢીમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉધનાની પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ થતાં ઉધના પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ઉધના સિલિકોન શોપર્સમાં આંગડિયા પેઢીમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સમગ્ર ઘટનાના cctv સામે આવ્યાં હતાં. જેમાં લૂંટારુઓ પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં લૂંટ પહેલા 10 મિનિટ સુધી રેકી કરી હતી. 

Cctvમાં ત્રણેય લૂંટારુઓ 10 મિનિટ સુધી લોબીમાં ફરતા રહ્યા હતાં. બે લૂંટારું અંદર ઘૂસ્યા અને એક બહાર ઉભો હતો. ત્રણેય લૂંટારું ભાગી રહ્યા હતા ત્યારે એક લૂંટારું દાદર ઉપર પડી ગયો હતો. જેને લોકોએ પકડી પડ્યો હતો. બાદમાં પોલીસ હવાલે કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news