PM Narendra Modi: સુરતીઓ ગમે તે કરે! ગોલ્ડ જરીથી બનાવી PM મોદીની તસવીર, આ ખાસ પ્રસંગ માટે આપ્યું ટ્રિબ્યુટ

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેને લઈ દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલા એ ખાસ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે.

PM Narendra Modi: સુરતીઓ ગમે તે કરે! ગોલ્ડ જરીથી બનાવી PM મોદીની તસવીર, આ ખાસ પ્રસંગ માટે આપ્યું ટ્રિબ્યુટ

PM Narendra Modi: આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો પાસે તેમની અનેક તસવીરો અને પોર્ટેટ છે. પરંતુ સુરતના એક આર્ટિસ્ટ દ્વારા જે તેમની પોર્ટેટ તૈયાર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અલગ અને અનોખું છે, કારણ કે આ પોર્ટેટ સુરતની ઓળખ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ગોલ્ડ જરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટ્રેટમાં જોવા મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલભાઈ દ્વારા આ ખાસ પોટ્રેટ ટ્રીબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેને લઈ દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલા એ ખાસ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ રીયલ ગોલ્ડ જરીથી પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. પોર્ટેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે. દરેક તસવીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી વાપરવામાં આવ્યું છે. 

No description available.

વર્ષો પહેલા રીયલ ગોલ્ડ જરી રાજા રજવાડાઓ પોતાના પરિધાનમાં વાપરતા હતા. ગોલ્ડ જરી ખાસ કરીને સાડી અને ડ્રેસ પર વાપરવામાં આવતી હતી ,પરંતુ ધીમે ધીમે આ પરંપરા ઓછી થઈ ગઈ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અને તેમના પ્રોજેક્ટોથી પ્રભાવિત થઈ સુરતના વિપુલભાઈએ કેટલાક પોટ્રેટ તૈયાર કર્યા છે જે ખૂબ જ આકર્ષક લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ દરમિયાન અને એક નિર્ણયો અને પ્રોજેક્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેઓ પોતે જ્યારે ગુજરાત આવે છે તો ખાસ કરીને ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. 

આ જ કારણ છે કે ગુજરાતી હોવાના કારણે વિપુલભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી છે. જ્યારે ધ્યાનથી આ તસ્વીરને જોવામાં આવે તો પીએમ મોદીની તસવીર સોનાની ચમકથી ઝળહળી ઊઠે છે. આ પોર્ટ્રેટ ખાસ આ માટે પણ છે કારણ કે હાલ કોઈ પણ ગોલ્ડ જરી નો વપરાશ હાલ લોકો સાડી અને ડ્રેસ પર નહીંવત કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news