અરવલ્લી: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 5 હજારથી વધુ લાભાર્થીઓને હાલાકી
અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવેલા 5 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાયની બીજા અને ત્રીજા તબક્કાની સહાયની રકમ નહિ મળતા લાભાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે
Trending Photos
સમીર બલોચ/ અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવેલા 5 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાયની બીજા અને ત્રીજા તબક્કાની સહાયની રકમ નહિ મળતા લાભાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. અને સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકામાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 5185થી વધુ લાભાર્થીઓના મકાનોના કામો મંજુર કરવામાં અવ્યા હતા. ત્યારે ઘર વિહોણા લાભાર્થીઓને પાકું ઘર મળતા લાભાર્થીઓએ ઘર બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. મકાનોનું કામ ચાલુ કરાયા બાદ બધાજ લાભાર્થીઓને મકાન સહાયનો પહેલો 30 હજારનો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદના અન્ય 50 હજાર અને 40 હજાર એમ બે હપ્તાની રકમ છેલ્લા નવ મહિના કરતા વધુ સમયથી આજ દિન સુધી ચૂકવાઈ નથી. જેથી લાભાર્થીઓની હાલત કફોડી બની છે.
ભીલોડા તાલુકાના વાન્દીઓલ પંચાયત વિસ્તારમાં ૨૫ મકાનો અને લાલપુર પંચાયત વિસ્તારના લાલપુર ,બ્રહ્મપુરી જેવા ગામોમાં 80 મકાનો મંજુર કરવામાં અવ્યા હતા. પરંતુ આ બંને પંચાયત વિસ્તારમાં પણ હજી સુધી મકાન સહાયનો માત્ર એક હપ્તોજ ચૂકવાયો છે. જેથી પંચાયતના સરપંચો પણ રજૂઆત કરી થાકી ચુક્યા છે.
લાભાર્થીઓએ મકાનો માટે કોઈક જગ્યાએથી રેતી તો કોઈક જગ્યાએથી સિમેન્ટ લોખંડ સહિતની સામગ્રીલાવી મકાનોનું કામ ચાલુ કર્યું હતું. ત્યારે હપ્તાની રકમ નહિ ચૂકવતા વેપારીઓ પણ ઉઘરાણી કરી રહ્યા છે. છેલ્લા નવ મહિનાથી કાચા મકાનોમાં રહેતા લાભાર્થીઓને પાકું ઘરબનવાની આશ હતી પણ નવ મહિના જેટલો સમય વીતવાબાદ પણ ઘર પૂરું નહિ થતા. હાલતો સપનું રોળાઈ ગયું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. કેટલાક લાભાર્થીઓ પોતાનું જુનું ઘર તૂટી જતાં મજબુર બની દેવું કરીને પણ હાલ પોતાના મકાનો પૂર્ણ કરવાની ગડમથલમાં લાગ્યા છે. ત્યારે હાલ તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરનું કામ પૂર્ણ કરવું તે લાભાર્થીઓ માટે સપનું બની રહ્યું છે.
સમગ્ર મામલે જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારમાંથી આ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેથી આ લાભાર્થીઓને હપ્તા ચૂકવી શક્યા નથી જેથી ગ્રાન્ટ આવેથી ચૂકવાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે