ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં મુશળધાર કમોસમી વરસાદ

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં શિત લહેર છવાઈ ગઈ હતી. ત્યારે સાપુતારામાં મુશળધાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જો કે, અચાનક વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી-પાણી જોવા મળ્યું હતું

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં મુશળધાર કમોસમી વરસાદ

ડાંગ: ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં શિત લહેર છવાઈ ગઈ હતી. ત્યારે સાપુતારામાં મુશળધાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જો કે, અચાનક વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી-પાણી જોવા મળ્યું હતું. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં છે. 8થી 10 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે.

8 જાન્યુઆરીએ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ આવી શકે છે. જ્યારે 9 જાન્યુઆરીના છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 10 જાન્યુઆરીના દિવસે દાહોદ, ડાંગ ભરૂચ, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news