અમદાવાદના આ વિસ્તારમાં રહેતા હો તો સાવધાન, તબિયતને થઈ શકે છે ભયંકર નુકસાન

હાલમાં જાહેર થયેલા એક સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ ભારે ચિંતાજનક છે. આ વિસ્તારના વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે.

અમદાવાદના આ વિસ્તારમાં રહેતા હો તો સાવધાન, તબિયતને થઈ શકે છે ભયંકર નુકસાન

અમદાવાદ/અતુલ તિવારી : હાલમાં જાહેર થયેલા એક સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ ભારે ચિંતાજનક છે. આ વિસ્તારના વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે. આ આંકડા પ્રમાણે પીરાણાનું AQI 287, રખીયાલનું AQI 241, બોપલનું AQI 256, એરપોર્ટનું AQI 207 અને રાયખડમાં હાલ AQI 209 જોવા મળ્યું છે. આ આંકડાઓ પ્રમાણે પીરાણા, રખિયાલ, બોપલ અને એરપોર્ટ વિસ્તાર પુઅર કેટેગરીમાં આવી ગયું છે. 

એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) હવા કેટલી ચોખ્ખી છે તે નક્કી કરે છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચો હોય એટલી હવાની ગુણવત્તા સારી હોય છે. 201-300 AQI અતિ બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે અને તમામ વયના લોકો માટે નુકસાનકારક છે. 150 થી ઉપર AQI જાય તો તેને ચિંતાજનક સ્થિતિ કહી શકાય.

વિશ્વમાં પ્રદૂષણના લીધે અવનવા રોગ લોકોને થઈ રહ્યા છે. હવાના પ્રદૂષણના લીધે લોકો ફેફસાંના રોગનો ભોગ બની રહ્યા છે. વધી રહ્યા છે. whoએ કરેલા સર્વે મુજબ હૃદયના રોગથી પણ વધુ રોગ ફેફસાંના છે. હૃદયરોગના હુમલાઓના દર્દીઓની સંખ્યા કરતા ફેફસાંના હુમલાઓનો ભોગ બનેલાઓની સંખ્યા જવાબદાર છે. આ બધા પાછળ ધૂમાડો અને હવાનું પ્રદૂષણ વધુ જવાબદાર છે.

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news