મોતની ખાણ 4 મજૂરોને ભરખી ગઈ! સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

થાન તાલુકાના ખાખરાળી ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કોલસાની ખાણમાં વધુ એક મજૂરના મોતથી ચકચાર મચી ગઈ છે. સાયલાના ધારાડુંગરી ગામના મજૂરનું કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા મોત નિપજ્યું છે.

મોતની ખાણ 4 મજૂરોને ભરખી ગઈ! સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓએ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, થાન તાલુકાના ખાખરાળી ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કોલસાની ખાણમાં વધુ એક મજૂરના મોતથી ચકચાર મચી ગઈ છે. સાયલાના ધારાડુંગરી ગામના મજૂરનું કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા મોત નિપજ્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગ, વહીવટી તંત્ર અને ભાજપ સરકાર સામે કર્યા આકરા પ્રહારો કર્યા છે. 

થાન તાલુકામાં ધમધમતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મજૂરોના વારંવાર મોત નીપજતાં હોવા છતાં તંત્ર અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિય કામગીરી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કોલસાની ખાણમાં 04 મજૂરોના મોત નીપજ્યા હોવા છતા તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ જ પગલા ન લેતા રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક મજુરનુ નામ અજય કેશાભાઈ બોહકિયા, રહે. ધારાડુંગરી તા.સાયલા છે.

આજે પણ એવા પ્રકારનો કિસ્સો આવે સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળી ગામ નજીક ચાલતી ગીર કાયદેસર કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા ત્રણ લોકો દટાયા છે, જે પૈકીના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને ભારે થયો છે. સાયલા પંથકનો યુવક કામ અર્થે ખાખરાળી ગામે ગયો હતો, ત્યાં તેને કોલસાની ખાણમાં કામ કરાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ખોદકામ કરવામાં આવતું હતું તે દરમિયાન ભેખડ ઘસી પડતા ત્રણ યુવકો દટાયા છે જે પૈકીના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

આ ઘટનાને લઇ ભારે ઉહાપો સર્જાયો છે. ખનીજમાંથી આવો હવે મોતના સોદાગર સાબિત થઈ રહ્યા છે. છતાં વહીવટી તંત્ર શું કરી રહ્યું છે, તેની સામે સવાલ ઊભા થયા છે. ખાસ કરીને ખનીજ ચોરી બેફામ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહ્યું છે. પેટાળમાંથી મળતો કાર્બોસેલ ખનીજ માફિયાઓને કરોડપતિ કરી દીધા છે, પરંતુ સુરેન્દ્રનગર વહીવટી તંત્રના અધિકારીઓ પણ શું કરી રહ્યા છે? આ ખનીજ માફિયાઓ કોના ઇશારે ખનીજ ચોરી કરી રહ્યા છે. તેની સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news