પ્રાણીઓમાં પણ સમાજભાવના હોય છેઃ પાવાગઢમાં જોવા મળ્યો દાખલો

તાજેતરમાં જ સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, દર બે દિવસે જંગલમાં રહેલા દીપડાઓ નિયમિત રીતે રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. બહાર જંગલમાંથી આવતા નર અને માદા દીપડા રેસ્ક્યુ સેન્ટરની બહારના ભાગમાં આખી રાત રોકાય છે અને સવાર પડતાં જતા રહે છે.

પ્રાણીઓમાં પણ સમાજભાવના હોય છેઃ પાવાગઢમાં જોવા મળ્યો દાખલો

પાવગઢઃ પાવગઢમાં દીપડાઓમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવેલા માનવભક્ષી દીપડાઓને મળવા માટે જંગલમાંથી અન્ય નર અને માદા આવતા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું છે. રેસ્ક્યુ સેન્ટરમાં પિંજરામાં પુરવામાં આવેલા દીપડાઓને મળવા જંગલમાંથી નર અને માદા દીપડા આવી રહ્યા છે. આ વાતથી સમજાય છે કે પ્રાણીઓમાં પણ સમાજભાવના હોય છે.

જંગલમાંથી માનવ વસતીમાં આવીને હુમલા કરતા દીપડાઓને વન વિભાગ દ્વારા પકડીને પાવાગઢમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે. આ રેસ્ક્યુ સેન્ટરની બહાર સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ આ સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, દર બે દિવસે જંગલમાં રહેલા દીપડાઓ નિયમિત રીતે રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. બહાર જંગલમાંથી આવતા નર અને માદા દીપડા રેસ્ક્યુ સેન્ટરની બહારના ભાગમાં આખી રાત રોકાય છે અને સવાર પડતાં જતા રહે છે. આ વાતથી એ સમજાય છે કે, પ્રાણીઓમાં પણ સમાજભાવના-કુટુંબભાવના હોય છે. હાલ કુલ 9 માનવભક્ષી દીપડાને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news